CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા
CM Yogi's Plane Faces Technical Glitch : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતાં આગ્રામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. જે બાદ દિલ્હીથી બીજું વિમાન મંગાવાયું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે આગ્રાના પ્રવાસે હતા. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ રાજકીય પ્લેનથી રવાના થયા હતા. આગ્રાથી ટેકઓફ કર્યા બાદ ચાર્ટર્ડ પ્લેન થોડી મિનિટ સુધી હવામાં રહ્યું હતું. જે બાદ ટેકનિકલ ખામી સર્જાઇ. પાયલોટે સૂઝબૂઝ દર્શાવી અને પ્લેનને તાત્કાલિક આગ્રામાં ઉતારવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી આગ્રા એરપોર્ટના લાઉન્જમાં રોકાયા હતા. થોડા સમય બાદ દિલ્હીથી બીજું પ્લેન
વિલંબ થવાના કારણે મુખ્યમંત્રીના લખનૌના કાર્યક્રમ રદ કરી દેવાયા હતા.