Get The App

બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા 1 - image


UP Assembly Budget Session: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્રના પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો. જેમાં સમાજવાદી પાર્ટીના વિરોધનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે સપા બેવડું વલણ ધરાવે છે. તે પોતાના બાળકોને અંગ્રેજી ભાષાની શાળાઓમાં ભણાવે છે, પરંતુ જ્યારે અન્ય બાળકોને આ સુવિધા મળી રહી હોય તો તેનો વિરોધ કરી તેમને ઉર્દૂ ભણાવવા પર જોર કરે છે અને મૌલવી બનાવે છે.

CM યોગીએ કેમ કર્યો પ્રહાર?

યુપી વિધાનસભા બજેટ સેશનમાં સ્પીકર સતિશ મ્હાના માહિતી આપી રહ્યા હતા કે, વિધાનસભાની કાર્યવાહીને વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. જેમાં ભોજપુરી, બુંદેલખડી, અવધી સહિતની પ્રાદેશિક ભાષા ઉપરાંત અંગ્રેજી ભાષા સમાવિષ્ટ થશે. આ જાહેરાતનો સપાએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, 'અન્ય પ્રાદેશિક ભાષા તો ઠીક છે, પરંતુ અંગ્રેજી ભાષાનો સમાવેશ કેમ કર્યો, ઉર્દૂનો કેમ નહીં, ઉર્દૂ ભાષામાં પણ વિધાનસભાની કાર્યવાહી સમજાવો.' આ દલીલના કારણે સીએમ યોગીએ સપા પર પ્રહારો કર્યા હતા.

આ લોકોની આ જ સમસ્યા છેઃ યોગી આદિત્યનાથ

CM યોગી આદિત્યનાથે સપાના વિરોધનો જવાબ આપ્યો હતો કે, 'આ લોકોની આ જ સમસ્યા છે, તમે રાજ્યના હિત માટે થતાં સારા કામોની પણ ટીકા જ કરશો. વિપક્ષનું આ પ્રકારનું વલણ નિંદાને પાત્ર છે. આ લોકો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવશે, પરંતુ જો સરકાર આ જ સુવિધા અન્ય બાળકોને આપવા માગતી હોય તો તેમને ઉર્દૂ ભણવા મજબૂર કરશે અને તેઓ તેમને મૌલવી બનાવવા માગે છે.'

ધારાસભ્ય પણ હેડફોનની મદદથી ભાષાંતર સાંભળી શકશે

મીડિયા રિપોર્ટ અનુસાર, વિધાનસભામાં ચાલતી કામગીરી તેમજ સ્પીકરની સ્પીચ અંગ્રેજી ઉપરાંત અન્ય કોઈ ભાષામાં હોય તો કોઈપણ ધારાસભ્ય પોતાના હેડફોનની મદદથી પ્રાદેશિક ભાષામાં ભાષાંતર સાંભળી શકશે. તદુપરાંત જો કોઈ સભ્ય ગૃહમાં બોલવા અથવા વિરોધ પ્રાદેશિક ભાષામાં કરવા માગતા હોય તો તેઓ પણ હેડફોનની મદદથી કરી શકશે. હેડફોનમાં પ્રાદેશિક ભાષાને હિન્દી તેમજ અન્ય પ્રાદેશિક ભાષામાં અનુભાવ કરવાની સુવિધા હશે.

બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા 2 - image


Google NewsGoogle News