રાહુલ ગાંધી-PM મોદી વચ્ચે સૌથી મોટો તફાવત કયો? જાણીતા રાજકીય નિષ્ણાતે કર્યો ખુલાસો
Rahul Gandhi and Narendra modi news | લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસનું પ્રદર્શન અગાઉની લોકસભા ચૂંટણીની સરખામણીએ ઘણું સારું રહ્યું છે. 2019ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસની બેઠકો બમણી થઈ ગઈ છે. આ સિવાય I.N.D.I.A. ગઠબંધને પણ 200થી વધુ સીટો મેળવી છે.
કોંગ્રેસની સફળતાનો શ્રેય
પાર્ટીના નેતાઓ આ વખતે કોંગ્રેસની સફળતાનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે ત્યારે આ દરમિયાન રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીમાં સૌથી મોટી ખામી શું છે.
રાહુલ ગાંધીની સૌથી મોટી ખામી જણાવી
એક ઈન્ટરવ્યુમાં યોગેન્દ્ર યાદવે રાહુલ ગાંધી વિશે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીની સૌથી મોટી ખામી અંગે તેમણે કહ્યું કે, 'અત્યાર સુધી પબ્લિક તેમની કમ્યુનિકેશન સ્ટાઈલ સાથે કનેક્ટ થઇ શક્યા નથી. એક વ્યક્તિ તરીકે રાહુલ ગાંધી અને લોકો સમક્ષ દેખાતા રાહુલ ગાંધી વચ્ચે ઘણા તફાવત છે. જ્યારે નરેન્દ્ર મોદી જે વ્યક્તિ છે અને તે જે વ્યક્તિ જાહેરમાં દેખાય છે તેમાં ઘણો તફાવત છે, આજના સમયમાં તમે કામ કર્યા વગર દેશની પ્રજા સાથે જોડાઈ નહીં શકો.
રાહુલ ગાંધી પહોંચ્યા હતા રાયબરેલી
મંગળવારે રાયબરેલીમાં એક આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "તમે કિશોરી લાલ શર્માને અમેઠીમાં, મને રાયબરેલીમાં, ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A. ગઠબંધનના સાંસદોને જીતાડી દીધા છે. તમે સમગ્ર દેશની રાજનીતિ બદલી નાખી છે.