74 માં પ્રજાસતાક દિવસે યોગગુરુ રામદેવ બાબાએ પાકિસ્તાનને લઈ આપ્યું મોટુ નિવેદન
પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતમાં ભળી જશે: યોગગુરુ રામદેવ બાબા
પાકિસ્તાનના ચાર ટુકડા થશે તેમાથી ત્રણ ટુકડા ભારતમાં ભળી જશે અને પાકિસ્તાન નાનો દેશ બની જશે: યોગગુરુ રામદેવ બાબા
Image: Twitter |
હરિદ્વાર, તા. 26 જાન્યુઆરી 2023, ગુરુવાર
દેશ આજે 74 માં પ્રજાસતાક દિવસ ઉજવી રહ્યુ છે ત્યારે હરિદ્વાર ખાતે આવેલ પતંજલિ કેન્દ્ર પર ધ્વજ વંદન કર્યા પછી યોગગુરૂ રામદેવ બાબાએ પાકિસ્તાનને લઈ આપ્યું મોટુ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે હવે દેશ બદલાઈ રહ્યો છે. અને હવે એ સમય બાકી નથી કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીરમાં ભળી જશે. વધુમાં તેમણે કહ્યુ કે, એટલુ જ નહી આ ઉપરાંત પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે અને તેમાથી ત્રણ ટુકડા ભારતમાં ભળી જશે અને પાકિસ્તાન નાનો દેશ થઈ જશે. રામદેવ બાબાએ વધુમાં જણાવતા કહ્યુ કે આવનારા સમયમાં ભારત એક મહાશક્તિશાળી દેશના રુપે તરી આવશે.
પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતમાં ભળી જશે: યોગગુરુ રામદેવ બાબા
યોગગુરુ રામદેવ બાબાએ આજે એક નિવેદન આપતાં કહ્યુ કે અત્યારે વિશ્વની રાજનીતિમાં ઘણુ બધુ ચાલી રહ્યુ છે. યુક્રેન અને રુસનુ યુદ્ધ ચાલી રહ્યુ છે. ચીન અને પાકિસ્તાન તરફથી નાપાક હરકતો થઈ રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતમાં ભળી જશે. તેમજ બલુચિસ્તાન એક અલગ દેશ બની જશે. પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે અને તેમાથી ત્રણ ટુકડા ભારતમાં ભળી જશે અને પાકિસ્તાન નાનો દેશ થઈ જશે અને પાકિસ્તાન નાનો દેશ બનીને રહી જશે. તાલિબાનીયોથી હવે અફઘાનિસ્તાન સંભાળી શકાય તેમ નથી. પાકિસ્તાનનાં ત્રણ ભાગ ભારતમાં જોડાઈ જવાની સાથે જ અંખડ ભારતનુ સ્વપ્ન પણ પુરૂ થઈ જશે.
સનાતન ધર્મને નીચે દેખાડવા માટે દેશમાં ધાર્મિક આતંકવાદ ચાલી રહ્યો છે: રામદેવ બાબા
રામચરિત માનસ અને બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનો પક્ષ મુક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે સનાતન ધર્મને નીચે દેખાડવા માટે દેશમાં ધાર્મિક આતંકવાદ ચાલી રહ્યો છે. ક્યારેક સનાતન ધર્મ તો ક્યારેક આપણા મહાપુરુષોના ચારિત્ર્ય પર જાતભાતના આરોપ મુકી લાંછન લગાડવામાં આવી રહ્યુ છે. આ લોકો ભારત વિરોધી શડયંત્ર કરી રહ્યા છે. આ બધુ કોઈ આંતરરાષ્ટ્રીય શક્તિના ઈસારે આ ષડયંત્ર કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે પાંખડીઓ જે બોલે છે તેને ક્યારેય ધર્મ-સંસ્કૃતિ માનવામાં ન આવે.