Fact Check : વર્ષ જૂનો મોબાઈલ થશે બંધ? સરકારની નવી મોબાઈલ સ્ક્રેપ પોલિસીની ચર્ચા, જાણો સત્ય

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
Fact Check : વર્ષ જૂનો મોબાઈલ થશે બંધ? સરકારની નવી મોબાઈલ સ્ક્રેપ પોલિસીની ચર્ચા, જાણો સત્ય 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2024 બુધવાર

સરકાર તરફથી 10 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી લાગુ કરવામાં આવી છે. 1 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવુ જરૂરી રહેશે. આ જ રીતે મોબાઈલ ફોન સ્ક્રેપિંગ પોલિસીને લાગુ કરવામાં આવી રહી છે. જેમાં તમારા 5 વર્ષ જૂના ફોનના ઉપયોગ પર રોક લગાવવામાં આવશે. જેનું કારણ સરકારની નક્કી સ્પેસિફિક એબ્સોર્પશન રેટ એટલે કે SAR વેલ્યૂ છે.

આવો દાવો ખોટો છે

આવો દાવો અત્યારે સોશિયલ મીડિયા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવી રહ્યો છે. જોકે આ દાવો સંપૂર્ણરીતે ખોટો છે કેમ કે સરકારે પહેલેથી SAR વેલ્યૂના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. જેને દરેક સ્માર્ટફોન કંપનીઓએ માનવા પડે છે. સાથે જ સ્માર્ટફોન બોક્સ પર SAR વેલ્યૂની ડિટેલ પણ નોંધવામાં આવે છે. આ દાવો ટેલિકોમ્યુનિકેશન વિભાગના હવાલાથી કરવામાં આવી રહ્યો છે. જોકે ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી 5 વર્ષ જૂના ફોનને બંધ કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. તમે જ્યાં સુધી ઈચ્છો, પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. 

નિયમ નવો નથી

મોબાઈલ ફોનથી નીકળનાર રેડિેએશન કેટલુ છે. તેને SAR વેલ્યૂથી જાણી શકાય છે. આમ તો દરેક ડિવાઈસ માટે અલગ-અલગ SAR વેલ્યૂ નક્કી કરવામાં આવી છે. જોકે સામાન્ય રીતે માનવામાં આવે છે કે કોઈ ડિવાઈસનું SAR વેલ્યૂ 1.6 W/Kg થી વધુ હોવુ જોઈએ નહીં. આ કોઈ નવો નિયમ નથી. આને ભારત સરકાર તરફથી 1 સપ્ટેમ્બર 2013એ લાગુ કરી દેવામાં આવ્યુ હતુ. 

SAR વેલ્યૂ કેવી રીતે ચેક કરવી

ફોનના બોક્સ પર કોઈ પણ ડિવાઈસની SAR વેલ્યૂ આપવામાં આવે છે પરંતુ જો તમારી પાસે બોક્સ નથી તો તમે સ્માર્ટફોનમાં *#07# ડાયલ કરવાનો રહેશે. આ રીતે તમે SAR વેલ્યૂની ડિટેલ પ્રાપ્ત કરી શકશે. 


Google NewsGoogle News