Get The App

વર્ષ 2024 વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે, નવેમ્બર રહ્યો ઇતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
વર્ષ 2024 વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે, નવેમ્બર રહ્યો ઇતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો 1 - image


2024 Will Be The Hottest Year On Record: જળવાયુ પરિવર્તનની અસર હવે સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે. યુરોપિયન ક્લાઇમેટ એજન્સી કોપરનિકસનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024 ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે. અને એમા પણ નવેમ્બર મહિનો ભારતના ઇતિહાસમાં 1901 પછી બીજો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. 

1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન

યુરોપિયન ક્લાઇમેટ એજન્સી કોપરનિકસના અહેવાલ અનુસાર, વર્ષ 2024નું સરેરાશ તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના તાપમાન કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હશે. આ પહેલીવાર હશે કે, સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ 1.5 ડિગ્રી સેલ્સિયસના વધારાને વૈશ્વિક તાપમાનમાં ફેરફાર દર્શાવતાં જળવાયુ પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

વર્ષ 2024 વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે, નવેમ્બર રહ્યો ઇતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો 2 - image

નવેમ્બર 2023 અને 2024 ગરમ રહ્યો

નવેમ્બર 2023નો મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ નવેમ્બર હતો. આ વખતે નવેમ્બરમાં હવાનું સરેરાશ તાપમાન 14.10 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1991થી 2020ના સરેરાશ તાપમાન કરતાં 0.73 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આ ઉપરાંત નવેમ્બર 2024માં પણ ગરમીએ રૅકોર્ડ તોડ્યો હતો અને ઇતિહાસમાં બીજો સૌથી ગરમ નવેમ્બર મહિનો નોંધાયો છે.

વર્ષ 2024 વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે, નવેમ્બર રહ્યો ઇતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો 3 - image

જળવાયુ પરિવર્તનની અસર

નવેમ્બર 2024માં સરેરાશ વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયના સ્તર કરતાં 1.62 ડિગ્રી સેલ્સિયસ વધુ હશે. ચોંકાવનારી વાત એ છે કે, તે સતત 17મા મહિનાનો રૅકોર્ડ છે જ્યારે વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું છે. આ ગરમીની અસર ભારતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2024 ભારત માટે 1901 પછીનો બીજો સૌથી ગરમ નવેમ્બર રહ્યો છે. આ દરમિયાન, સરેરાશ મહત્તમ તાપમાન 29.37 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 0.62 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.

વર્ષ 2024 વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે, નવેમ્બર રહ્યો ઇતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો 4 - image




2024 માં તાપમાનનો રૅકોર્ડ

કોપરનિકસ અનુસાર, જાન્યુઆરીથી નવેમ્બર સુધીનું સરેરાશ વૈશ્વિક તાપમાન 1991-2020ના સરેરાશ તાપમાન કરતાં 0.72 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024ના તાપમાનમાં 0.14 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

વર્ષ 2024 વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે, નવેમ્બર રહ્યો ઇતિહાસમાં બીજો સૌથી ગરમ મહિનો 5 - image


Google NewsGoogle News