'હથિયાર છોડીને હવે ગાંધીવાદી વિચારધારા પર ચાલુ છું..' કોર્ટ સમક્ષ યાસીન મલિકનો મોટો દાવો
Image: Facebook
Yasin Malik Claim: જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રંટ-યાસીન (જેકેએલએફ-વાઈ) ના અધ્યક્ષ યાસીન મલિકનું કહેવું છે કે તેણે હથિયારના બળ પર વિરોધ-પ્રદર્શનની રીતનો ત્યાગ કરતાં ગાંધીવાદી રીત અપનાવી લીધી છે. તેણે આ દાવો જેકેએલએફ-વાઈ પર પ્રતિબંધની સમીક્ષા કરનાર યુએપીએ કોર્ટને સોંપવામાં આવેલા પોતાના સોગંદનામામાં કર્યો છે. મલિકે કહ્યું કે '1994માં જેકેએલએફ-વાઈના 'સંયુક્ત સ્વતંત્ર કાશ્મીર' ની સ્થાપનાનો હેતું પ્રાપ્ત કરવા માટે સશસ્ત્ર સંઘર્ષ છોડી દીધો અને 'ગાંધીવાદી વિરોધ' ની રીત અપનાવી લીધી છે.'
યાસીનના સોગંદનામાનો ઉલ્લેખ યુએપીએ કોર્ટ દ્વારા ગયા મહિને જારી કરવામાં આવેલા આદેશમાં કરવામાં આવ્યો છે. ગુરુવારે રાજપત્રમાં પણ આને પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ જેકેએલએફ-વાઈને આગામી પાંચ વર્ષ માટે 'ગેરકાનૂની સંગઠન' જાહેર કરવાના નિર્ણયને અકબંધ રાખવામાં આવ્યો છે.
રાજપત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે કેન્દ્ર સરકારમાં ઉચ્ચ રાજકીય અને સરકારી પદાધિકારી 1994થી અલગાવવાદીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનની શોધમાં તેની સાથે જોડાયેલા છે.
1988માં જેકેએલએફ-વાઈની સ્થાપના કરનાર યાસીન મલિક 1990માં શ્રીનગરના રાવલપોરામાં ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓની સનસનીખેજ હત્યાના મામલે મુખ્ય આરોપી છે. આ વર્ષની શરૂઆતમાં સાક્ષીઓએ તેને મુખ્ય શૂટર તરીકે ઓળખ્યા હતા. એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવેલા આતંકવાદના ફન્ડિંગ મામલે મલિકને મે 2022માં આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.
કોર્ટને આપવામાં આવેલા જવાબમાં યાસીને દાવો કર્યો કે '90ના દાયકાની શરૂઆતમાં મને વિભિન્ન સરકારી અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યુ હતું કે તેઓ સાર્થક વાતચીત દ્વારા કાશ્મીર વિવાદને ઉકેલી લેશે. એક વખત જ્યારે હું એકતરફી યુદ્ધવિરામ શરૂ કરી દઈશ તો મારા અને જેકેએલએફ-વાઈ સભ્યો વિરુદ્ધ તમામ કેસ પાછા લઈ લેવામાં આવશે.