ઝારખંડ રાજકારણમાં નવો વળાંક, યશવંત સિંહાનું મોટુ એલાન, નવા પક્ષની રચના કરશે

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
jayant Sinha New Party


Jharkhand Politics: રાજનીતિમાં રૂચિ ધરાવતા લોકોની નજર ઝારખંડ પર છે. રાજ્યમાં થોડા મહિના બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હવે ઝારખંડ મુક્તિ મોરચા છોડી ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. લોબિન હેમ્બ્રમ પણ ભાજપમાં સામેલ થવા માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. એવામાં પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી યશવંત સિંહા ચૂંટણી પહેલાં જ એક નવા પક્ષની રચના કરી શકે છે. તેઓ પક્ષનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખી શકે છે. 

ટૂંકસમયમાં અટલ વિચાર મંચની રચના કરશેઃ જયંત સિંહા

નિષ્ણાતો અનુસાર, હજારીબાગમાં રવિવાર સાંજે સમર્થકો સાથે એક બેઠક દરમિયાન તેમણે નવા પક્ષની રચના કરવાનો પ્રસ્તાવ કરવા પર ચર્ચા કરી છે. સોમવારે તેઓ દિલ્હી જવા રવાના થાય તે પહેલાં જયંત સિંહાએ જણાવ્યું કે, સમાજના વિભિન્ન વર્ગો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ અટલ વિચાર મંચની રચના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ VIDEO: રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે? જમ્મુ કાશ્મીરની છોકરીએ પૂછી લીધું, જુઓ શું જવાબ મળ્યો

બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા

રવિવારે આયોજિત બેઠકનું નેતૃત્વ સુરેન્દ્રકુમાર સિંહાએ કર્યું હતું, જે ભાજપના પૂર્વ સભ્ય છે. તેઓ ભાજપના પૂર્વ સાંસદ જયંત સિંહા (સાંસદ)ના પ્રતિનિધિ રહી ચૂક્યા છે. બેઠકમાં જયંત અને તેમના પિતા યથવંત સિંહા, બંનેના સમર્થકોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં નવો પક્ષ રચવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

અટલ બિહારી વાજપેયી સરકારે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહાએ 1998, 1999 અને 2009માં હજારીબાગ લોકસભા બેઠક જીતી હતી. 2004ની ચૂંટણીમાં તેઓ ભાકપા (ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી)ના ઉમેદવાર ભુવનેશ્વર મહેતા સામે પરાજિત થયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના યશવંત સિંહાના મોટા પુત્ર જયંત સિંહને હજારીબાગ બેઠક પરથી ટિકિટ મળી હતી. જો કે, હાલમાં લોકસભા ચૂંટણીમાં જયંત સિંહાના સ્થાને મનિષ જયસ્વાલને ટિકિટ મળી હતી. જયસ્વાલ 2.76 લાખ મતોથી જીત્યા હતા.

ઝારખંડ રાજકારણમાં નવો વળાંક, યશવંત સિંહાનું મોટુ એલાન, નવા પક્ષની રચના કરશે 2 - image


Google NewsGoogle News