ISROએ નવા વર્ષના પહેલા જ દિવસે ઈતિહાસ રચ્યો , બ્લેક હોલનું રહસ્ય જાણવા રવાના કર્યો એક્સપો સેટેલાઈટ
આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે
લોન્ચ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થયું હતું
XPoSat લોન્ચિંગ: ISRO નવા વર્ષમાં નવો ઈતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3 ની સફળતા અને વર્ષ 2023માં દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ભારત દેશના પ્રથમ XPoSat (X-ray Polarimeter Satellite) મિશન સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેની સાથે અન્ય 10 પેલોડ પણ રવાના કરાયા હતા. આ લોન્ચિંગ સફળ રહી હોવાની પણ ISRO દ્વારા આપવામાં આવી હતી.
શું છે આ મિશનનો ઉદ્દેશ્ય?
એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચેન્નાઈથી લગભગ 135 કિમી પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 9.10 વાગ્યે એક્સપોઝેટ લોન્ચ કર્યું હતું. ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)-C58 રોકેટ એક્સપોસેટ તેની 60મી ઉડાન ભરશે અને અન્ય 10 ઉપગ્રહોને પણ સાથે લઈને જશે તથા આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. લોન્ચ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થયું હતું.
PSLV-C58/XPoSat Mission:
— ISRO (@isro) January 1, 2024
Lift-off normal 🙂
🛰️XPoSat satellite is launched successfully.
🚀PSLV-C58 vehicle placed the satellite precisely into the intended orbit of 650 km with 6-degree inclination🎯.
The POEM-3 is being scripted ...#XPoSat
તિરુપતિ મંદિરમાં પૂજા કરાઈ
આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. XPoSat નો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ISRO સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો.