ભૂલથી UPI પર ટ્રાન્સફર કરી દીધા રૂપિયા? ટેન્શન ના લો, આ રીતે પરત મળી જશે રકમ

તેના માટે તમારે માત્ર કસ્ટમર કેર નંબર પર ફરિયાદ દાખલ કરવી પડશે

ટ્રાંજેકશન ડિટેલ, ઈમેલ આઈડી અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નોધવાનો રહેશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ભૂલથી UPI પર ટ્રાન્સફર કરી દીધા રૂપિયા? ટેન્શન ના લો, આ રીતે પરત મળી જશે રકમ 1 - image
Image Envato 

તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર

Wrong UPI Payment: આજે ટેકનોલોજીના યુગમાં લોકો દરેક પ્રકારની નવી ટેકનોલોજી (New technology)નો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં વધુ પડતો ઉપયોગ પેમેન્ટ કરવા માટે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ યુપીઆઈ પેમેન્ટ  (UPI Paymen)કરતી વખતે ક્યારેક ભૂલથી પેમેન્ટ બીજાના ખાતામાં જતુ રહે તો હવે તેના માટે કોઈ ચિંતા કરવાની જરુર નથી. 

જો તમારાથી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતી વખતે કોઈ બીજાના યુપીઆઈ પર પૈસા જતા રહ્યા હોય તો ચિંતા કરવાની કોઈ જરુર નથી, તમારા પૈસા પરત આવી જશે. યુપીઆઈનો ઉપયોગ આજે લોકો દેશમાં મોટાભાગના લોકો કરી રહ્યા છે. યુપીઆઈથી પેમેન્ટનો આંકડો દરરોજ વધી રહ્યો છે. જો કે યુપીઆઈનો ઉપયોગ ભારત સહિત વિદેશોમાં પણ થઈ રહ્યો છે. 

તેના માટે તમારે માત્ર તેના કસ્ટમર કેર નંબર પર ફરિયાદ દાખલ કરવી પડશે

આ દરમ્યાન જો યુપીઆઈથી પેમેન્ટ કરતી વખતે ભુલથી અન્યના યુપીઆઈ પર પૈસા ટ્રાંસફર થઈ જાય તો કોઈ ચિંતા કરવાની જરુર નથી તમારા પૈસા તમને પરત મળી જશે. તેના માટે તમારે સૌથી પહેલા એક ફરિયાદ દાખલ કરવી પડશે. ફોનપે, પેટીએમ અથવા ગુગલ પે જેનો પણ તમે ઉપયોગ કરી રહ્યા હોવ તો તેના માટે તમારે માત્ર તેના કસ્ટમર કેર નંબર પર ફરિયાદ દાખલ કરવી પડશે.

ટ્રાન્જેક્શન ડિટેલ, ઈમેલ આઈડી અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નોધવાનો રહેશે

આ પછી તેણે એનપીસીઆઈ પોર્ટલ પર Dispute Redressal Machanism ટેબ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે. અહીં તમારે તમારો પ્રોબલેમ, ટ્રાન્જેક્શન ડિટેલ,, ઈમેલ આઈડી અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નોધવાનો રહેશે. તેમજ અહી તમને ખોટા ટ્રાન્જેક્શન એકાઉન્ટનો વિકલ્પ જોવા મળશે. હવે તમારે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ફરિયાદ નોંધાવાની રહેશે. 

જો અહીં પણ તમારી સમસ્યાને કોઈ ન સાંભળે, તો તમે બેંકમાં જઈ શકો છો. અથવા તો પછી બેંકિંગ લોકપાલ પાસે જઈ ફરિયાદ નોંધાવી શકો છો.

ભૂલથી UPI પર ટ્રાન્સફર કરી દીધા રૂપિયા? ટેન્શન ના લો, આ રીતે પરત મળી જશે રકમ 2 - image

 


Google NewsGoogle News