Get The App

ટાઈપિંગના બદલે હાથથી લખશો તો હંમેશા રહેશે યાદ! રિસર્ચમાં થયો ખુલાસો

લખવા માટે મોટાભાગે લોકો કી-બોર્ડનો ઉપયોગ કરતાં હોય છે.

હાથથી લખતી વખતે મગજના અલગ-અલગ ભાગોમાં તેની કનેક્ટિવિટીમાં વધે છે

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
ટાઈપિંગના બદલે હાથથી લખશો તો હંમેશા રહેશે યાદ! રિસર્ચમાં થયો ખુલાસો 1 - image
Image Envato 

વર્તમાન સમયમાં ધીરે ધીરે મોટાભાગના કામ પેપરલેસ થઈ રહ્યા છે, જેથી આપણે સૌ દરેક કામ લેપટોપ અથવા ટેબલેટ પર કરતાં હોઈએ છીએ, કારણ કે મોટાભાગના કામ હવે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા હોવાથી આપણે લખવા માટે કી-બોર્ડનો ઉપયોગ કરીએ છીએ. હાથથી લખવાનો વારો માત્ર સહી કરવા પુરતો અથવા અન્ય નાના-મોટા કામ માટે કરવામાં આવે છે. હાલમાં એક અભ્યાસ કરવામાં આવ્યો કે, હાથથી લખવાથી અને કીબોર્ડ પર ટાઈપ કરવાથી આપણા મગજ પર શું અસર પડે છે. આવો જાણીએ કે, આ અભ્યાસમાં શું જાણવા મળ્યું. 

હાથથી લખવામાં આવે તો મગજની કનેક્ટિવિટીમાં વધારો થાય છે

હાલમાં જ આ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું કે, કી-બોર્ડથી ટાઈપ કરવા કરતાં હાથથી લખવામાં આવે તો મગજની કનેક્ટિવિટીમાં વધારો થાય છે. પરંતુ મોટાભાગે લોકો કી-બોર્ડનો ઉપયોગ કરતાં હોય છે કે જેના કારણે કામ ઝડપી થાય. જો કે, પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું તે પ્રમાણે હાથથી લખવાથી જોડણીની ચોકસાઈ આવે છે તેમજ યાદશક્તિમાં સુધારો કરે છે.

મગજની કનેક્ટિવિટી વધવાની સાથે સાથે યાદશક્તિ વધારવા મદદરુપ

નોર્વેના સંશોધકોએ એ જાણવા માટે પ્રયત્ન કર્યો છે કે, શું હાથથી લખવાની પ્રક્રિયા દ્વારા તેના પરિણામરુપ મગજની કનેક્ટિવિટી વધારે હોય છે કે કેમ?  જેમાં નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના મગજ સંશોધક પ્રોફેસર ઓડ્રે વેન ડેર મીરે જણાવ્યું કે, "અમને જાણવા મળ્યું કે, હાથથી લખતી વખતે અને કી-બોર્ડ પર ટાઈપ કરવાની સરખામણીએ મગજની કનેક્ટિવિટી પેટર્ન ઘણી વધારે હોય છે. પેનથી લખતી વખતે હાથના હલન-ચલનથી દ્રશ્ય અને હિલચાલની માહિતી મેળવવામાં મદદરુપ થાય છે, જે મગજની કનેક્ટિવિટી વધવાની સાથે સાથે યાદશક્તિ વધારવા અને નવી માહિતી શીખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કી-બોર્ડ પર ટાઇપ કરે છે, ત્યારે મગજમાં કોઈ પ્રતિક્રિયા જોવા ન મળી

ફ્રન્ટિયર્સ ઇન સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં યુનિવર્સિટીના 36 વિદ્યાર્થીઓ પાસેથી EEG ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. જેમને સ્ક્રીન પર દેખાતા શબ્દને વારંવાર લખવા અથવા ટાઇપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ લખતી વખતે તેઓ ટચસ્ક્રીન પર કર્સિવમાં લખવા માટે ડિજિટલ પેનનો ઉપયોગ કરતા હતા અને ટાઈપ કરવા માટે તેઓ કી-બોર્ડના બટન દબાવવા માટે આંગળીનો ઉપયોગ કરતા હતા. જેમાં જર્નલ ફ્રન્ટિયર્સ ઇન સાયકોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલા પરિણામોથી ખ્યાલ આવ્યો કે, આ સહભાગીઓ જ્યારે હાથથી લખે છે, તેમના મગજના વિવિધ ભાગોમાં કનેક્ટિવિટી વધી જાય છે, પરંતુ જ્યારે તેઓ કી-બોર્ડ પર ટાઇપ કરે છે, ત્યારે તેમના મગજમાં આવી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા જોવા ન મળી. આવું એટલા માટે થયું કારણ કે, એક જ આંગળીથી બટનને વારંવાર દબાવવાની સરળ ક્રિયાથી મગજને ઓછી અસર થાય છે. આ અભ્યાસ નોર્વેના સંશોધકોએ  કર્યો હતો.


Google NewsGoogle News