VIDEO: કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વધારી મુશ્કેલી, ઘર બહાર કર્યા દેખાવો, જાણો કારણ
Mansukh Mandaviya On Wrestlers Protest : છેલ્લા કેટલાક મહિનાથી મહિલા કુસ્તીબાજોનો મામલો શાંત છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વિરુદ્ધ હડતાળ પર હતા. પરંતુ હવે ફરી એકવાર કુસ્તીબાજો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના ઘરની બહાર કુસ્તીબાજોનો જમાવડો જોવા મળ્યો હતો. તેને લઈને રમતગમત મંત્રીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિર્ણય કુસ્તીબાજોની ફરિયાદ
આ વખતે મામલો થોડો અલગ જોવા મળી રહ્યો છે. જેમાં કુસ્તીબાજોએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિર્ણય મુજબ અત્યારે આ શક્ય નથી. તેવામાં પ્રખ્યાત કુસ્તીબાજો ફરિયાદ લઈને રમતગમત મંત્રીને ત્યાં પહોંચ્યા હતા. જેમાં તમામ ખેલાડીઓ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય ટીમને ગુરુવારે સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાંથી હટાવી દેવામાં આવી હતી. માહિતી અનુસાર, વિશ્વ સંચાલક મંડળ (UWW)ને જાણ કરવામાં આવી હતી કે રમત મંત્રાલય તેની સ્વાયત્તતામાં દખલગીરી કરી રહ્યું છે.
શું કહ્યું રમતગમત મંત્રીએ?
28 ઑક્ટોબરથી અલ્બાનિયાના તિરાનામાં થવા જઈ રહેલા સિનિયર વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ પર કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આજે મને આ મામલે કુસ્તીબાજોએ જાણકારી આપી અને મેં સૂચના આપી હતી કે મામલો કોર્ટમાં જશે. પરંતુ મારા ભારતીય કુસ્તીબાજોએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો જોઈએ.'
તેમણે કહ્યું કે, 'આપણા કુસ્તીબાજો જશે અને મેડલ લાવશે... જો કોઈ ફેડરેશન પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરે છે તો સરકાર તેની મદદ કરે છે. દેશમાં રમતગમતનો વિકાસ થાય અને આપણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. '