રેસલર બજરંગ પૂનિયાએ કર્યું પદ્મશ્રી પરત કરવાનું એલાન, રમત મંત્રાલયે કહ્યું- આ તેમનો અંગત નિર્ણય
હવે બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો
સાક્ષી મલિકની કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત
Wrestler Bajrang Punia: રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા(WFI)ની ચૂંટણીમાં સંજય સિંહે જીત નોંધાવી હતી, જે પૂર્વ અધ્યક્ષ બૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સહયોગી રહ્યા છે. સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અનેક રેસલર નારાજ છે. આ રેસલર્સ ઘણા સમયથી બૃજ ભૂષણ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ પદ પર કોઈ મહિલાને હોવું જોઈએ.
હવે સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ સાક્ષી મલિકે ગુરુવારે સંન્યાસની જાહેરાત કરી દીધી. હવે બજરંગ પૂનિયાએ પણ એક મોટો નિર્ણય લીધો છે. બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી છે. પૂનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો. બજરંગ પૂનિયાએ કહ્યું કે, અમે બહેન-દીકરીની લડાઈ લડી રહ્યા હતા, પરંતુ હું તેમને સન્માન ન અપાવી શક્યો, એટલા માટે મેં આ ગેટ પર પોતાનું મેડલ રાખી દીધું છે.
જોકે પદ્મશ્રી પરત કરવાના નિર્ણય પર રમત મંત્રાલયે કહ્યું કે, આ તેમનો અંગત નિર્ણય છે. સૂત્રોના અનુસાર, રમત મંત્રાલયે કહ્યું કે, WFIની ચૂંટણી નિષ્પક્ષ અને લોકતાંત્રિક રીતે થઈ છે. અમે હજુ પણ પ્રયાસ કરીશું કે બજરંગ પૂનિયા પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય બદલી દે.
પૂનિયાએ આ પત્ર પણ X પર શેર કર્યો છે. બજરંગ પૂનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, હું પોતાનો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. કહેવા માટે બસ મારો આ પત્ર છે. આ મારું સ્ટેટમેન્ટ છે.
આ અગાઉ રેસલર બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે, રમતમંત્રીએ ઓન રેકોર્ડ કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત ફેડરેશનમાં કોઈ આવશે નહીં, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચુંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિની જીત થઇ છે. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે કે તે ન્યાય કરશે. મને લાગે છે કે પીઢીઓ ન્યાય માટે લડતી રહેશે. સરકારે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં તે વિફળ રહી છે.
સાક્ષી મલિકની કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહિલા રેસલર સાક્ષી મલિકે એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે હું કુસ્તીમાંથી સંન્યાસ લઈ રહી છું. WFI ચૂંટણીમાં બ્રિજભૂષણ જેવા જ વ્યક્તિ જીત્યા છે.