વિશ્વમાં સૌથી 4200 વર્ષ જુની માવમ્લૂહ ગુફા, જળવાયુ પરિવર્તન અને મેઘાલય યુગની છે સાક્ષી

પૃથ્વીના ઇતિહાસમાં મેઘાલય યુગનો એક નવો અધ્યાય જોડાયો છે

લાખો વર્ષ જુની ગુફામાંથી મળે છે 4200 વર્ષ જુના કલાયમેટ ચેંજના પુરાવા

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
વિશ્વમાં સૌથી 4200 વર્ષ જુની માવમ્લૂહ ગુફા, જળવાયુ પરિવર્તન અને મેઘાલય યુગની છે સાક્ષી 1 - image


નવી દિલ્હી,30 નવેમ્બર,2023,મંગળવાર 

પૃથ્વી પર હાલમાં ગ્લોબલ વોર્મિગનો ખતરો તોળાઇ રહયો છે ત્યારે મેઘાલય યુગની જાણકારી ખૂબજ મહત્વની સાબીત થાય તેમ છે. મેઘાલયના નામથી એક યુગનું નિર્માણ થયું છે જે પૃથ્વીના ભુસ્તરીય ઇતિહાસની કાળગણનામાં મેઘાલયન યુગ તરીકે ઓળખાય છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય ટીમ મેઘાલયની માવમ્લૂહ નામની ગુફામાં છેલ્લા ૭ વર્ષથી સંશોધન કરી ચુકી છે. જંતિયા હિલ પર આવેલી ૭૧૯૪ મીટર લાંબી આ ગુફા સ્ટેલેકટાઇટ, સ્ટેલેગ્માઇટ અને રૉક ફોસિલથી બનેલી છે.

 આ ગુફામાં ૪૨૦૦ વર્ષ પહેલા પૃથ્વી પર આવેલા જળવાયુ પરીવર્તનના કારણે માનવ સભ્યતાની ઉથલપાથલ અને નાશ થવાના પ્રમાણ મળે છે. આ સંશોધન અંગે ભૂ વિજ્ઞાનીઓ અને ભૂ સ્તરના અભ્યાસુઓમાં ખૂબ ચર્ચા થાય છે. મેઘાલય યુગના નામકરણ માટે નિમિત બનેલી માવમ્લૂહ ગુફા પૃથ્વીની સપાટીથી ૧૨૯૦ મીટર ઉંચાઇ પર આવેલી છે.

વિશ્વમાં સૌથી 4200 વર્ષ જુની માવમ્લૂહ ગુફા, જળવાયુ પરિવર્તન અને મેઘાલય યુગની છે સાક્ષી 2 - image

ઇન્ટરનેશનલ કમિશન ઓન સ્ટ્રેટિગ્રાફી (આઇસીએસ)ના ભૂ વૈજ્ઞાનિકોએ મેઘાલયની ગુફામાથી જે રહસ્ય શોધ્યું છે  તે ૪૨૦૦ વર્ષના એક યુગનું સાક્ષી છે. આઇસીએસ પૃથ્વીનો અને સમયનો અધિકૃત ઇતિહાસ ગણવાની કામગીરી કરે છે. પૃથ્વી પર હાલમાં ગ્લોબલ વોર્મિગનો ખતરો તોળાઇ રહયો છે ત્યારે મેઘાલય યુગની જાણકારીનું મહત્વ ખૂબજ વધી જાય છે. 

થોડાક વર્ષો પહેલા આ ગુફામાંથી લાખો વર્ષથી ટપકતા પાણીમાં ભળેલો ખનીજનો ઢગલો (સ્ટૈલેગ્માઇટસ) મળી આવ્યો હતો. નીચેથી ઉપરની તરફ જતા આ ખનીજના ઢગલાથી વિશાળ શિલાઓ બની હતી. 

આવી એક શિલાનો સ્ટડી કરતા ૪૨૦૦ વર્ષ પહેલાના વિશિષ્ટકાળ સુધી પહોંચી શકાયું હતું. ચૂનાના પથ્થરોમાં જે રાસાયણિક ફેરફારો જોવા મળ્યા અને ઓકસીજનના અણુંઓ પણ બદલાયેલા હતા જે ૪૨૦૦ વર્ષ પહેલાના નબળા ચોમાસાને પ્રતિબિંબિત કરતા હતા. આ પ્રમાણ મેઘાલયની ગુફામાંથી મળ્યું હોવાથી તેનું નામ મેઘાલય યુગ એવું નામકરણ થયું હતું.

વિશ્વમાં સૌથી 4200 વર્ષ જુની માવમ્લૂહ ગુફા, જળવાયુ પરિવર્તન અને મેઘાલય યુગની છે સાક્ષી 3 - image

ગુફાના ખનીજોના સંશોધનના આધારે સંશોધકોને જાણવા મળ્યું કે આજથી ૪૨૦૦ વર્ષ પહેલા દુનિયાના મોટા ભાગમાં અચાનક જ ભયંકર દુકાળ પડયો હતો. પૃથ્વીના તાપમાનમાં નાટયાત્મક રીતે ઘટાડો થવાથી વરસાદી ચક્ર ખોરવાયું હતું. 

આ દુષ્કાળના કારણે હયાત અનેક સભ્યતાઓનું સ્થળાંતર અને પછી ધીમે ધીમે નાશ થયો હતો. માત્ર માણસો જ નહી પશું, પક્ષીઓ અને છોડ - વનસ્પતિના જીવન ચક્ર પર પણ વિપરિત અસર થઇ હતી. આ દુષ્કાળનો સમયગાળો ઉત્તર આફ્રિકા, મધ્યપૂર્વ અને એશિયાની સંસ્કૃતિને પતન તરફ લઇ ગયો હતો. 

ખાસ કરીને ઇજિપ્ત, ગ્રીસ, સીરિયા, મેસોપોટેમિયા, સિંધુ અને ચીનની યાંગ્ત્સે નદીની ખીણમાં રહેલી  ખેતી આધારિત સભ્યતા સાવ પાયમાલ થઇ ગઇ હતી. આની અસર પૃથ્વી પર લગભગ ૨૦૦ વર્ષ સુધી રહી હતી. 

વિશ્વમાં સૌથી 4200 વર્ષ જુની માવમ્લૂહ ગુફા, જળવાયુ પરિવર્તન અને મેઘાલય યુગની છે સાક્ષી 4 - image

પૃથ્વી પર આ ઘટના બનેલી તેના પુરાવાઓ અગાઉ વિવિધ મહાસાગરોના દ્રીપો પરથી અંશત રીતે મળ્યા હતા પરંતુ મેઘાલયની ગુફામાં તેનું જે મોટું પ્રમાણ મળ્યું તે સૌથી મહત્વનું હતું. આથી પૃથ્વીના ઇતિહાસમાં મેઘાલય યુગનો એક નવો અધ્યાય જોડાયો છે. ભૂ વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આપણે હાલમાં જે યુગમાં રહીએ છીએ તે હોલોસિન યુગ છે જે ૧૧૭૦૦ વર્ષ પહેલા શરુ થયો હતો. એ પહેલા પૃથ્વી પર હિમયુગ હતો પરંતુ હવામાનમાં અચાનક પેદા થયેલી ગરમીના કારણે પૃથ્વી હિમયુગમાંથી બહાર આવી હતી. 

આ હોલોસિન યુગ શરુ થવાની સાથે જ માણસ અન્ય જીવો પર પોતાની શ્રેષ્ઠતા સાબીત કરી ચુકયો હતો. હોલોસિન યુગમાં પણ બનેલી જળવાયુ પરીવર્તનની વિવિધ કુદરતી ઘટનાઓના આધારે તેના ત્રણ ભાગ પડે છે. જેમાં અપર ભાગને ગ્રીનલેન્ડીયન,મીડલ ભાગને નોર્થગ્રીપિઅન ૪૨૦૦ વર્ષ પહેલાના લોઅર ભાગને હવે મેઘાલય યુગ તરીકે જાહેર કરાયેલો છે.

 ભૂ વિજ્ઞાનની દ્રષ્ટીએ મેઘાલય યુગમાં બનેલી જળ વાયુ પરીવર્તનની ઘટના સૌથી વર્તમાન અને તાજેતરની ગણાય છે. મેઘાલયન યુગની વિશેષતા એ છે કે તે માનવ ઇતિહાસની મોટી ઉથલ પાથલ અને સાંસ્કૃતિક બદલાવનો સાક્ષી રહયો છે.

વિશ્વમાં સૌથી 4200 વર્ષ જુની માવમ્લૂહ ગુફા, જળવાયુ પરિવર્તન અને મેઘાલય યુગની છે સાક્ષી 5 - image

કોઇ પણ મોટી ઉથલ પાથલ ધરાવતી ઘટના પછી નવા ચોકકસ વર્ષોનો સમૂહ જે નવી એજ કે નવો યુગ કહેવામાં આવે છે. સમયના ચક્રને માનવીએ સેકન્ડ,મિનિટ અને કલાક અને  દિવસમાં વહેંચ્યું છે. સપ્તાહ,મહિનો, વર્ષ,સદી અને યુગ તેનું મોટું સ્વરુપ છે. દરેક ધર્મ અને સંસ્કૃતિના પુરાણ પુસ્તકોમાં સમયની ગણનાનો ઉલ્લેખ મળે છે. હિંદુ ધર્મમાં ત્રેતા, દ્વાપર અને કળીયુગનું વર્ણન મળે છે.

 ૪.૬ અબજ વર્ષ પહેલા આપણી પૃથ્વીની ઉત્પતિ થઇ ત્યારે ઘડિયાળના કાંટા તો ઠીક માનવી જ ન હતો. દરેક કાળખંડો મહાસાગરોમાં સર્જાયેલી ઉથલપાથલ, જળવાયુમાં અચાનક આવેલા પરીવર્તન, વિશિષ્ટ પ્રકારના જીવો અને વનસ્પતિઓની ઉત્પતિ જેવા માઇલ સ્ટોન સાથે જોડાયેલા છે. 

પૃથ્વીના સર્જનના કરોડો વર્ષ પછી અવતરેલા માનવીની કાળક્રમે બુધ્ધિ વિકસી તે પછી કાળની ગર્તામાં ઘટેલી અગણિત ઘટનાઓ સમજવાનો પ્રયત્ન થયો છે. જીવાશ્મીઓ અને ગુફાઓમાં મળી આવતા પથ્થરો અને તેના પડ  સમયની ગણનાને સમજવા ખૂબ ઉપયોગી છે. 


Google NewsGoogle News