પહેલા વિશ્વ યુદ્ધથી લઈને ટાઈટેનિક ડૂબવા સુધીની ઘટનાઓની સાક્ષી છે આ મહિલા, લાંબા આયુષ્ય માટે આપી ટિપ્સ
Image: Twitter |
World's Oldest Lady Elizabeth Francis: અમેરિકાની સૌથી વધુ વરિષ્ઠ મહિલા હવે 115 વર્ષની થઈ છે. એલિઝાબેથ ફ્રાન્સિસ નામની આ મહિલા હાલ હ્યુસ્ટન શહેરમાં રહે છે. તે પ્રથમ વિશ્વ યુદ્ધથી માંડી ટાઈટેનિક ડૂબવા સુધી તમામ ઘટનાઓની સાક્ષી રહી છે. એલિઝાબેથ અન્ય લોકોને પણ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવા અવાર નવાર ટીપ્સ આપતા રહે છે. આવો જાણીએ તેના વિશે...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલિઝાબેથ વિશ્વની ચોથી સૌથી વધુ વરિષ્ઠ વ્યક્તિ છે. એલિઝાબેથ ફ્રાન્સિસે લાંબુ અને ખુશહાલ જીવન જીવવા માટે સલાહ આપી છે. એલિઝાબેથે જણાવ્યું છે કે, તમારે બસ એક જ કામ કરવાનું છે કે, પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરો અને ક્યારેય મૌન ન રહો. તે હાલ પોતાની દિકરી સાથે રહે છે. તેની 69 વર્ષીય પૌત્રી એથેલ હેરિસને જણાવ્યું હતું કે, તેઓ એક-બીજા સાથે બેસી હસી-મજાક સાથે સમય પસાર કરે છે. ટેલિવિઝન પર ગુડ ટાઈમ્સ અને ધ જેફરસન જેવા જુના એપિસોડ પણ જોવાનું પસંદ છે. બંને આટલાં લાંબા સમયથી એક-બીજાની સાથે છે, તેના માટે પોતાને ભાગ્યશાળી માને છે.
આ પણ વાંચોઃ World Hepatitis Day : અસુરક્ષિત રીતે ટેટૂ ત્રોફાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ
ગાડીના બદલે પગપાળા ચાલવાનું પસંદ
ફ્રાન્સિસનો જન્મ 1909માં લુઈસિયાના સેન્ટ મેરી પેરિશમાં થયો હતો. તેમણે તેમની 95 વર્ષીય દિકરીને એકલા હાથે ઉછેરી હતી. હ્યુસ્ટનમાં એક કોફી શોપ ચાલી અને ગાડીના બદલે પગપાળા ચાલવાનું પસંદ કરે છે.