Get The App

ભારતમાં અહીં તૈયાર થઈ રહી છે વિશ્વની સૌથી પહોળી ટનલ, જાણો શું તેની ખાસ વિશેષતા

23.75 મીટરની પહોળાઈ સાથે વિશ્વની સૌથી પહોળી ટનલ

રુપિયા 6695 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે આ ટનલ

Updated: Jul 15th, 2023


Google NewsGoogle News
ભારતમાં અહીં તૈયાર થઈ રહી છે વિશ્વની સૌથી પહોળી ટનલ, જાણો શું તેની ખાસ વિશેષતા 1 - image
Image Twitter 

તા.15 જુલાઈ 2023, શનિવાર

ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આધુનિક પ્રદ્ધતિથી ખૂબ ઝડપી અને સારુ કામ થઈ રહ્યું છે. એક્સપ્રેસ વે, હાઈવેથી લઈને મોટા પુલ, એલિવેટેડ ફ્લાયઓવર અને ટનલ બનાવવાની કામગીરી વિવિધ જગ્યા પર ચાલી રહી છે. જેમાં હાલ દેશમાં એક મોટી ટનલ બનાવવાની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. આ ટનલની ખાસ વાત એ છે કે લંબાઈની દૃષ્ટિએ આ ટનલ ભારતની અન્ય ટનલ કરતાં વધારે છે. પરંતુ પહોળાઈની દૃષ્ટિએ તે વિશ્વની તમામ ટનલ કરતા વધારે પહોળી છે.

પરિવહનની સરળતા રહે તે માટે કરવામાં આવ્યું છે આ બે ટનલનું નિર્માણ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખંડાલા ઘાટ પર પરિવહનને આસાન કરવાના હેતુથી આ બે ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બંને ટનલનું  લગભગ 70 ટકા કામ પુરુ થવા આવ્યું છે. આમાંથી એક ટનલ 1.75 કિલોમીટર લાંબી અને બીજી 8.93 કિલોમીટર લાંબી હશે.  23 મીટરની પહોળાઈવાળી આ બંને ટનલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ટનલ છે. આ ટનલમાં 4 લેન હશે. આવો ટનલ વિશે વધુ માહિતી મેળવીએ. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરની આ ટનલના નિર્માણની સમયમર્યાદા સતત વધી રહી છે. પરંતુ હવે TOIના રિપોર્ટ અનુસાર  આ બંને ટનલ જુલાઈ 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

શું છે આ ટનલની ખાસ વિશેષતા

આ ટનલ 6695 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે. તેની પહોળાઈ 23.75 મીટર છે એટલે કે વિશ્વની સૌથી પહોળી ટનલ કહેવાશે. આ ઉપરાંત ટનલની અંદર આગને રોકવા માટે વિશેષ સિસ્ટમ મુકવામાં આવી છે. ટનલ બન્યા પછી મુંબઈ અને પૂણે વચ્ચેનું અંતર અડધો કલાક આસપાસ ઘટી જશે. અને ટનલની અંદરના પત્થરોને પડતા અટકાવવા માટે જગ્યાએ રોક બોલ્ટ બનાવવામાં આવ્યા છે. આ સાથે દર 300 મીટરે એક્ઝિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આગ લાગવાના કિસ્સામાં હાઈપ્રેશર પાણીની સિસ્ટમ તરત જ એક્ટિવ થઈ જશે. 

ચીનમાં વિશ્વની સૌથી પહોળી ટનલ છે, જેની પહોળાઈ 13.7 મીટર છે

ટનલની બાબતે વિદેશોની વાત કરીએ તો ચીનમાં વિશ્વની સૌથી પહોળી ટનલ છે, જેની પહોળાઈ 13.7 મીટર છે. આ 16. 62 કિલોમીટર લાંબી ટનલ યાંગઝી નદીની નીચેથી પસાર થાય છે. પરંતુ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરની ખંડાલા ટનલ તેનાથી ઘણી વધારે પહોળી છે એટલે કે આ  ટનલ 23 મીટર પહોળી હશે.


Google NewsGoogle News