દુનિયાની સૌથી લાંબી ટનલને તૈયાર કરવામાં લાગ્યા 10 વર્ષ, જાણો શું છે ખાસિયત
દુનિયાની સાથી લાંબી ટનલ આવેલી છે ભારતમાં
આ ટનલ વિષે તમે કેટલું જાણો છો?
World's Longest Tunnel: કોઈ પણ દેશ ત્યારે જ વિકાસ કરી શકે જયારે તેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મજબુત હોય. દેશના વિકાસમાં તે દેશની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવતી હોય છે. જેના માટે સરકાર દ્વારા રોડ-રસ્તા , પુલ અને ટનલ પરિયોજનાઓ ચલાવતી હોય છે. એવી જ એક મોટી ટનલ ભારત સરકાર દ્વારા પણ બનવવામાં આવી છે. ભારતમાં આવેલી અટલ ટનલ દુનિયાની સૌથી લાંબી ટનલ છે, જેના કારણે ભારતને ઘણો ફાયદો થઇ રહ્યો છે.
આ ટનલની વિશેષતા શું છે?
વર્ષ 2020માં અટલ ટનલની શરૂઆત કરવામાં આવી હતી. જે મનાલીને લેહથી જોડે છે. દસ હજાર ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવેલી આ ટનલ દુનિયાની સૌથી લાંબી હાઈ-વે ટનલ છે. આ ટનલને પૂર્ણ કરવાનો અંદાજિત સમય 6 વર્ષથી ઓછો હતો, પરંતુ તેને પૂરો કરવામાં 10 વર્ષ થયા હતા. ટનલમાં દર 60 મીટરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યારે દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ છે. આ ટનલ 8.8 કિમી લાંબી અને 10.5 મીટર પહોળી છે, જેમાં બંને બાજુ 1 મીટર પહોળી ફૂટપાથ છે. હવે ટનલ દ્વારા મનાલી અને લેહ વચ્ચેનું અંતર ઓછું હોવાને કારણે ચાર કલાકનો સમય બચે છે. આગના કિસ્સામાં, ટનલની અંદર ફાયર હાઇડ્રેન્ટ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ ટનલના કારણે ભારતને કેટલો ફાયદો થયો છે?
આ ટનલના કારણે હિમાચલ પ્રદેશનો લાહોલ-સ્પિતિ વિસ્તાર અને લદાખ હવે 12 માસ સુધી દેશ સાથે જોડાયેલું રહે છે. શિયાળામાં વધુ ઠંડી અને બરફ વર્ષના કારણે રોહતાંગ પાસ બંધ રહે છે. જેથી લાહોલ-સ્પિતિ થઈને લદાખ જતો હાઈ-વે છ માસ સુધી બંધ રહે છે. પરંતુ આ ટનલના કારણે હવે લદાખ 12 મહિના સુધી દેશ સાથે જોડાયેલું જ રહે છે.