કુવૈત અને સઉદી અરેબિયા કામ કરવા માટે આજે પણ ભારતીયોની પહેલી પસંદ, જાણો કારણ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
કુવૈત અને સઉદી અરેબિયા કામ કરવા માટે આજે પણ ભારતીયોની પહેલી પસંદ, જાણો કારણ 1 - image


Kuwait Dinar Value Against Rupee: કુવૈતમાં તાજેતરમાં બનેલી એક ઘટનામાં લગભગ 50 ભારતીયોના મોત થયા હતા. આ માહિતીની સાથે જ લોકોના મનમાં એક સવાલ પણ ઉઠવા લાગ્યો છે કે, કેમ ભારતીયો વધુ પૈસા કમાવવાની લાલચમાં ખાડી દેશોમાં જાય છે. દિર્હમ અને દિનાર જેવી અરબિયન કરન્સીના મૂલ્યો ભારતીય રૂપિયાની તુલનાએ વધુ હોવાથી આજે પણ ભારતીયોમાં કુવૈત અને સઉદી અરબમાં જઈ પૈસા કમાવવાની ઈચ્છા અકબંધ છે.

કુવૈતમાં 21 ટકા ભારતીયો

કુવૈતમાં ભારતીય એમ્બેસીના આંકડાઓ અનુસાર, કુવૈતની કુલ વસ્તીમાં 21 ટકા ભારતીયો છે. તેમજ તેના કુલ વર્ક ફોર્સમાં 30 ટકા હિસ્સો ભારતીયો ધરાવે છે. 2010માં કુવૈતમાં વસતા લોકોમાં 36 ટકા ભારતીયો હતા, 2015માં 37 ટકા અને 2020માં 37 ટકા ભારતીયો હિસ્સો ધરાવતા હતા.

કુવૈતની દિનાર કરન્સી

કુવૈતની કરન્સી દિનાર તરીકે ઓળખાય છે. જે વિશ્વની સૌથી મજબૂત કરન્સી ડોલર અને યુરો કરતાં પણ મોંઘી છે. કુવૈતની દિનાર મૂલ્ય મામલે વિશ્વની સૌથી મજબૂત કરન્સી છે. દિનાર કુવૈત ઉપરાંત અન્ય 3 અરબી દેશોનું પણ મુખ્ય ચલણ છે. જેમાં સૌથી વધુ મૂલ્ય કુવૈતી દિનારનું છે. ફોર્બ્સ ઈન્ડિયા અનુસાર, એક કુવૈતી દિનારનું મૂલ્ય રૂ. 271.56 ભારતીય રૂપિયા છે. જ્યારે બહરિન દિનારનું મૂલ્ય 221.43 ભારતીય રૂપિયા, અને જોર્ડન દિનારનું મૂલ્ય 117.80 રૂપિયા છે.

એક દિર્હમના કેટલા રૂપિયા

સઉદી અરબ (યુએઈ)નું મુખ્ય ચલણ દિર્હમનું મૂલ્ય 22.92 ભારતીય રૂપિયા છે. વર્ષ 1973 પહેલા સઉદી અરબ અને કતારમાં રિયાલ જ મુખ્ય ચલણ હતું. બાદમાં ઓઈલની નિકાસ વધતાં સઉદી અરબે પોતાનુ અલગથી મુખ્ય ચલણ જારી કર્યું, જેને દિર્હમ નામ આપ્યું.

ડોલર કરતાં પણ વધુ કમાણી

દિર્હમ અને કુવૈતી દિનાર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય વધુ હોવાથી ભારતીયો ત્યાં જઈ કમાણી કરવા પ્રાથમિકતા આપે છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.50 આસપાસ મૂલ્ય ધરાવે છે. સઉદી અરબ દેશોમાં ખાસ કરીને ક્લાસ 3 કક્ષાના મજૂરો, કર્મચારીઓની માગ વધુ હોય છે. જો કે, સામે મબલક કમાણી થતી હોવાથી લોકો કામ કરવા સ્થળાંતર કરતાં હોય છે.

ભારતના રેમિટન્સમાં ખાડી દેશોનો હિસ્સો 29 ટકા

ભારતમાં વિદેશી દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સમાં ખાડી દેશો (સઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કુવૈત, કતાર અને બહેરિન)નો હિસ્સો 28.9 ટકા છે.જેમાં યુએઈમાંથી 18 ટકા, કુવૈતમાંથી 2.4 ટકા, સઉદી અરેબિયામાંથી 5.1 ટકા, ઓમાનમાંથી 1.6 ટકા, અને કતારમાંથી 1.5 ટકા હિસ્સો મળે છે. જો કે, અમેરિકામાંથી ભારતને મળતા રેમિટન્સનો હિસ્સો 23.4 ટકા સાથે સૌથી વધુ છે. 


Google NewsGoogle News