Get The App

દુનિયાનું સૌથી શક્તિશાળી સૈન્ય અમેરિકા પાસે, ભારત અને ચીનની સ્થિતિ શું છે? પાકિસ્તાન છેક તળિયે!

2024 માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં સૌથી મજબૂત સેનાઓની વિગતો આપવામાં આવી

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
દુનિયાનું સૌથી શક્તિશાળી સૈન્ય અમેરિકા પાસે, ભારત અને ચીનની સ્થિતિ શું છે? પાકિસ્તાન છેક તળિયે! 1 - image


World's Most Powerful Army:  ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. 2024 માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં સૌથી મજબૂત સેનાઓની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં અમેરિકા ટોચે રહ્યું હતું. જ્યારે ખાસ વાત એ છે કે ટોપ 10 દેશોમાં પાકિસ્તાન આ યાદીમાં છેક તળિયે નવમા ક્રમે રહ્યું છે. બીજી બાજુ ઓછી શક્તિશાળી સેના ધરાવતા દેશોમાં ભૂતાનનું નામ પ્રથમ સ્થાને છે.

આ છે ટોચના પાંચ દેશ

ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ 2024ની યાદીમાં અમેરિકાનું નામ ટોચ પર છે. તેના પછી હાલમાં યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાનું નામ બીજા સ્થાને છે. ચીનને વિશ્વની ત્રીજી સૌથી મજબૂત સેનાનો ખિતાબ મળ્યો છે. તે જ સમયે, યાદીમાં આ ત્રણ દેશો પછી ભારતનું નામ છે. દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને છે. આ સિવાય બ્રિટન છઠ્ઠા સ્થાને છે. જાપાન 7મા, તુર્કી 8મા, પાકિસ્તાન 9મા અને ઈટાલી 10મા ક્રમે છે.

સૌથી નબળી સેના ધરાવતા દેશો

આ યાદીમાં સૌથી ઓછી સૈન્ય તાકાત ધરાવતા દેશોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ટોચ પર ભૂટાન પછી, મોલ્ડોવા બીજા સ્થાને અને સુરીનામ ત્રીજા સ્થાને છે. ત્યારપછી સોમાલિયા, બેનિન, લાઇબેરિયા, બેલીઝ, સિએરા લિયોન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને આઇસલેન્ડ 10માં નંબરે છે.

યાદી કેવી રીતે તૈયાર થાય છે?

ગ્લોબલ ફાયર પાવરે 145 દેશોની સેનાઓ વિશે માહિતી એકત્રિત કરી હતી. સૈનિકોની સંખ્યા, સૈન્ય સાધનો, આર્થિક સ્થિરતા અને સંસાધનો સહિત 60 ક્ષેત્રોના આધારે તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તમામ પરિબળને ધ્યાનમાં રાખીને પાવર ઇન્ડેક્સ સ્કોર બનાવે છે. 

દુનિયાનું સૌથી શક્તિશાળી સૈન્ય અમેરિકા પાસે, ભારત અને ચીનની સ્થિતિ શું છે? પાકિસ્તાન છેક તળિયે! 2 - image


Google NewsGoogle News