દુનિયાના આ 10 શહેરોની હવા સૌથી વધુ ઝેરી, ટોપ 5માં દિલ્હી સહિત 3 ભારતીય શહેરો સામેલ
વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી ટોપ પર
World Most Polluted Cities List : ભારત સહિત દુનિયાના ઘણાબધા દેશો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે એટલું વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્લી-NCR સહિત દેશના અનેક શહેરોમાં હવા ઝેરી બની છે. વિશ્વના ટોપના 10 પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લીસ્ટમાં દિલ્હી પ્રથમ સ્થાને છે, બીજા સ્થાને પાકિસ્તાનનું લાહોર છે. ટોપના 5 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.
ભારતના આ શહેરોમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ
સ્વિસ ગ્રુપ IQair દ્વારા વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવે છે. આ ગ્રુપ વાયુ પ્રદૂષણના આધારે હવા ગુણવત્તા સૂચકાંક તૈયાર કરે છે. આ યાદીમાં દિલ્હી, મુંબઈ અને કોલકાતા સૌથી ખરાબ વાતાવરણવાળા 10 શહેરોમાં સામેલ છે. આ યાદીમાં 519 AQI સાથે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જોવા મળી રહ્યું છે. આ પછી પાકિસ્તાનનું લાહોર 283ના AQI સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ કોલકાતા 185 AQI સાથે ત્રીજા સ્થાને છે. મુંબઈ 173 AQI સાથે ચોથા સ્થાને છે.