Get The App

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે

સંસ્કૃતિ અને વારસાના જતનને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે

આર્કાઇવ્ઝ, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે.

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે 1 - image


World Heritage Week 2023: દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીક ઉજવવામાં આવે છે. જેનો હેતુ સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. તે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) દ્વારા માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઇટ્સની ઉજવણી કરે છે. યુનેસ્કો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. જયારે ભારતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ સપ્તાહ વિશે જાણીએ અમુક મહત્વપૂર્ણ બાબતો. 

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે 2 - image

ગુજરાતની સંસ્કૃતિ અને એવા કેટલાક ઐતિહાસિક સ્થળો છે જે ગુજરાતનું ગૌરવ વધારે છે. જેમાં દ્વારકાનું જગત મંદિર, ધોળાવીરા, મોઢેરાનું સૂર્ય મંદિર, અડાલજની રૂડાબાઈ વાવ, પાટણની રાણકી વાવ અને પટોળા, જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલ નવઘણ કૂવો, અડી કડી વાવ, મહાબત મકબરા, સરખેજના રોજા, કચ્છી ભરતકામ, બાંધણી, સિદ્દી સૈયદની જાળી, તરણેતરનો મેળો વગેરેનો સમાવેશ થાય છે.

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે 3 - image

વર્લ્ડ હેરિટેજ વીક લોકો, સમુદાયો, સરકારો અને વ્યક્તિઓને આ અમૂલ્ય હેરિટેજ સ્થળોના સંરક્ષણમાં લોકોને સક્રિયપણે જોડાવા માટે પ્રોત્સાહિત કરતા એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ માટે યુનેસ્કોની સ્થાપના 1945માં માનવીની બૌદ્ધિક અને નૈતિક એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે 4 - image

'વર્લ્ડ હેરિટેજ વીક'ના સન્માનમાં, આર્કાઇવ્ઝ, પુરાતત્વ અને સંગ્રહાલય (કાશ્મીર વિભાગ) વિભાગે આ વર્ષે વિશિષ્ટ હસ્તપ્રતો અને કલાકૃતિઓનું પ્રદર્શન કરીને એક વિશેષ પ્રદર્શનનું આયોજન કર્યું છે. 1972માં વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન, યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા અપનાવવામાં આવ્યું હતું

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે 5 - image

જયારે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 42 સ્થળોને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે. જેમાંથી ગુજરાતના 4 સ્થળો આ વર્લ્ડ હેરીટેજ સાઈટની યાદીમાં સ્થાન ધરાવે છે. જેમાં સૌપ્રથમ 2004માં ચાંપાનેર, 2014માં પાટણની રાણકી વાવ, 2017માં અમદાવાદ શહેર અને 2021માં ધોળાવીરાને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. 

વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી શા માટે કરવામાં આવે છે? જાણો ગુજરાતનું ગૌરવ વધારતા ઐતિહાસિક સ્થળો વિશે 6 - image



Google NewsGoogle News