World Hepatitis Day : અસુરક્ષિત રીતે ટેટૂ ત્રોફાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ
Image: IANS |
Hepatitis B caused due to Tattoo: સોશિયલ મીડિયાના આજના સમયમાં વધુ લાઈક્સ મેળવવા કે મનગમતી સેલિબ્રિટીનું અનુકરણ કરવા માટે યુવાનોમાં ટેટૂ ત્રોફાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ આ ટેટૂ અસુરક્ષિત રીતે કરાવવામાં આવે તે તેનાથી હિપેટાઇટિસ 'બી' થવાનું જોખમ પણ રહે છે. હિપેટાઈટિસ “બીં” પ્રસરવાના મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. આવતીકાલે 'વર્લ્ડ હિપેટાઇટિસ ડે' છે ત્યારે હિપેટાઇટિસના વધતા કેસ અને તેના અંગે જાગૃતિનો અભાવ ચિંતાના વિષય સમાન બની ગયા છે.
હિપેટાઇટિસ મામલે ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઉંચો સેરોપ્રેવલન્સ રેટ છે. દેશભરમાં હિપેટાઈટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95 ટકા છે જ્યારે ગુજરાતમાં તે 1.2 ટકા છે. હિપેટાઇટિસ સીની વાત કરીએ તો નેશનલ સેરોપ્રેવલન્સ રેટ 0.32 ટકા છે જ્યારે ગુજરાતમાં આ દર 0.19 ટકા છે. હિપેટાઈટિસ બીના મામલે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પછી છઠ્ઠા ક્રમે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, દેશની મોટાભાગની વસ્તી સંભવતઃ હિપેટાઇટિસ બીની બીમારી સાથે જીવી રહી છે અને ઘણીવાર તેમને પોતાની સ્થિતિ અંગે જાણ પણ હોતી નથી.
ડોક્ટરોના મતે, અસુરક્ષિત રીતે ટેટૂ ત્રોફાવવાથી હિપેટાઈટિસ થવાનું જોખમ રહે છે. આ અંગે ડો. યોગેશ હરવાણીએ જણાવ્યું કે, “ટેટૂ ત્રોફાવવા વિવિધ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઈટિસ 'બી' અને 'સી' નો ચેપ લાગી શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઇટિસ 'બી'ના પ્રસારનો દર અંદાજે 3.30 ટકા છે. આ સાથે ડોક્ટરોએ ઉમેર્યું કે હિપેટાઈટિસના પ્રસારને અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટૂ મૂકાવવા અને કડક સ્ટરિલાઈઝેશન જીવલેણ બને નહીં માટે ડોક્ટરની પ્રોટોકોલ્સ ખૂબ જરૂરી છે.' આઇઆનઆર લેવલ કે બદલાયેલું સેન્સોરિયમ ગંભીર હિપેટાઇટિસ હોવાનું સૂચવે છે. ગંભીર હિપેટાઈટિસ જીવલેણ બને તે માટે ડોક્ટર્સની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
કમળામાંથી પણ હિપેટાઈસિસ થઈ શકે
> જો યોગ્ય રીતે અને સમયસર સારવાર ન કરાય તો કમળામાંથી હિપેટાઇટિસ થવાની સંભાવના છે. હિપેટાઈટિસના લીધે લીવર ફેલ્યોરની સંભાવના 1થી 2 ટકા જેટલી છે.
> જે લોકોનો બોડી માસ ઇન્ડેક્સ ઊંચો છે અને ડાયાબિટીસના દદી છે તેવા લોકો પૈકીના લગભગ 40થી 50 ટકા લોકો જો તેઓ શરાબનું સેવન ન કરતા હોય તો પણ ફેટી લિવરનો ભોગ બની શકે છે. ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ ગણાય છે ત્યારે ફેટી લિવરના કેસોના આંકડા વધી શકે છે જે ચિંતાજનક છે.
>ગુજરાતમાં 10થી 15 વર્ષના ગાળામાં જેમનું નિદાન ન થયું હોય કે સારવાર ન થઈ હોય તેવા ફેટી લિવરની સમસ્યા ધરાવતા દદીઓ પૈકી 10થી 15 ટકાને સોરાયસીસ થઈ શકે છે.
> એવા અનેક લોકો છે જેમને ખરેખર હિપેટાઈટિસ થયેલો છે પણ તેમને તેની જાણ જ નથી. મોટાભાગના દર્દીઓને કમળો થાય કે પછી પગમાં કે પેટમાં સોજો આવ્યાનું નિદાન થાય ત્યારે સિરોસીસ થઈ ચૂક્યો હોય છે. પરંતુ જો સમયસર રોગનું નિદાન થાય અને સિરોસીસના પ્રારંભિક તબક્કાનો ખ્યાલ આવે (એટલે કે હિપેટાઈટિસ- બી છે કે હિપેટાઈટીસ-સી) તો તેમની એન્ટીવાયરલ દવાઓથી સારવાર થઈ શકે છે અને વહેલા નિદાનથી સિરોસીસને મટાડી શકાય છે.