દુનિયાની પહેલી ક્રોસ બ્રીડ ટેસ્લા, દિલ્હીના યુવકે જુગાડ કરીને બનાવી દીધી સપનાની કાર
પોસ્ટમાં લખ્યું હતું કે, દુનિયાની પહેલી ક્રોસ-બ્રીડ ટેસ્લા
પોસ્ટને અત્યાર સુધી 3 લાખ 95 હજાર વ્યુઝ અને 6 હજારથી વધારે લોકો લાઈક્સ કરી ચુક્યા છે
Image Twittter |
ભારતમાં અનેક જગ્યાએ કારોનું મોડિફેકેશન કરવામાં આવતું હોય છે. અહીં લોકો બેઝીક મોડલની કાર ખરીદીને તેને તેમની ઈચ્છા પ્રમાણે ડિઝાઈન કરાવતાં હોય છે. થોડા દિવસ પહેલા બ્રેજા કારને લેન્ડ રોવર બનાવ્યાની કેટલીક તસવીરો સામે આવી હતી, આ શખ્સે તો કમાલ કરી દીધી છે. જ્યારે તેની કલાકારી પર એક વ્યક્તિની નજર પડી તો તેણે આ કારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે પછી તો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આવો જાણીએ કે ખરેખર આ શું મામલો છે.
પોસ્ટને 3 લાખ 95 હજાર વ્યુઝ અને 6 હજારથી વધારે લોકો લાઈક્સ કરી ચુક્યા
માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર અશનીર ગ્રોવરે @Tesla ને ટેગ કરી એક ગાડીની તસવીર પોસ્ટ કરી હતી, અને તેમા લખ્યું હતું કે, દુનિયાની પહેલી ક્રોસ-બ્રીડ ટેસ્લા. હકીકતમાં દિલ્હીના એક છોકરાએ પોતાના સ્વપ્નને હકીકતમાં બદલી નાખ્યું. તેમની આ પોસ્ટને અત્યાર સુધી 3 લાખ 95 હજાર વ્યુઝ અને 6 હજારથી વધારે લોકો લાઈક્સ કરી ચુક્યા છે. સાથે સેકડો ચૂઝર્સે કોમેન્ટ પણ કરી છે.
તસવીરો જોઈ લોકો આપી રહ્યા છે વિવિધ કોમેન્ટ
આ તસવીરમાં જોઈ શકાય છે કે, તમામ યૂઝર્સે કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે, "સરજી કમસે કમ નંબર પ્લેટ છીપા દેતે". બીજા એક યૂઝરે કહ્યું કે, "ભારતમે આપકા સ્વાગત હૈ". અન્ય કેટલાક યૂઝર્સ કહી રહ્યા છે કે, આ જોઈને લાગે છે એલન મસ્ક કોઈ ખૂણામાં બેસીને રોતો ન હોય. જ્યારે અન્ય એક યૂઝરે મજા કરતાં કહી રહ્યા છે કે, ભારતમાં જુગાડીઓની કોઈ કમી નથી. આ સિવાય કેટલાક યૂઝર્સે તેને ગજબની ક્રિએટિવિટી કહી હતી.