Get The App

ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદો! વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે હવે દિલ્હીથી અમદાવાદ પણ દોડશે સ્પેશિયલ ટ્રેન

વર્લ્ડકપ ફાઈનલ માટે મુંબઈથી અમદાવાદ પણ દોડશે બે વિશેષ ટ્રેન

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદો! વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે હવે દિલ્હીથી અમદાવાદ પણ દોડશે સ્પેશિયલ ટ્રેન 1 - image


Special Train For World Cup Final : ક્રિકેટનો મહાકુંભ કહેવતા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં રેલ્વેએ પણ ક્રિકેટ પ્રેમીઓમાં એક વિશેષ ટ્રેન ચલાવીને ખુશ ખબર આપી છે. ગઈકાલે અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય પણ રેલવેએ દિલ્હીથી અમદાવાદ માટે પણ વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે.

આજે દિલ્હીથી અમદાવાદ રવાના થશે વિશેષ ટ્રેન

શનિવારે એટલે કે આજે સાંજે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન રવાના થશે. મેચ પૂર્ણ થયા પછી પરત અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન મોડી રાતે 2.30 વાગે રવાના થશે. એ જ રીતે રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદ માટે ત્રણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે.

મુંબઈથી અમદાવાદ પણ દોડશે બે વિશેષ ટ્રેન

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (01153) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી 18મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે 10.30 વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે 6.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરવા માટે, અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (01154) 19-20 નવેમ્બર (સોમવારે) રાત્રે 01.44 કલાકે મુંબઈ માટે રવાના થશે, જે સવારે 10.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

સેન્ટ્રલ રેલવેએ બીજી એક ટ્રેનની પણ જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (09011) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 18મી નવેમ્બરના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે 11.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે સવારે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. 


Google NewsGoogle News