Get The App

ભારતીય અર્થતંત્રને લઈને ખુશખબર, 2024માં 7.5 ટકા દરથી વધશે, વર્લ્ડ બેંકનું અનુમાન

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ભારતીય અર્થતંત્રને લઈને ખુશખબર, 2024માં 7.5 ટકા દરથી વધશે, વર્લ્ડ બેંકનું અનુમાન 1 - image
Image Twitter 

Good News for Indian Economy : ભારતીય અર્થવ્યવસ્થાના માટેએક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વિકાસ કરશે. વર્લ્ડ બેંકના આ પૂર્વ અનુમાનની તુલના કરતાં અંદાજે 1.2 ટકા વધુ છે. વર્લ્ડ બેંકે એમ પણ કહ્યું છે કે સમગ્ર દક્ષિણ એશિયાના દેશો પણ 6 ટકાના મજબૂત દરે વિકાસ કરશે.

દક્ષિણ એશિયાના વિકાસનું એન્જિન બનશે ભારત 

વર્લ્ડ બેંકે કહ્યું કે, ભારતનો ઝડપી વિકાસ દર અને પાકિસ્તાન અને શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં આવી રહેલા સુધારાને કારણે દક્ષિણ એશિયાઈ દેશોનો કુલ  વિકાસ દર ઝડપી રહેશે. વર્લ્ડ  બેંકે મંગળવારે દક્ષિણ એશિયાના વિકાસ અંગે અપડેટ જાહેર કરી હતી. જેમાં એક અનુમાન લગાવવામાં આવ્યું છે. વર્લ્ડ  બેંકના રિપોર્ટ મુજબ આગામી બે વર્ષમાં વર્લ્ડ માં સૌથી ઝડપી વિકાસ દક્ષિણ એશિયા વિસ્તારમાં થશે. વર્ષ 2025માં પણ દક્ષિણ એશિયાના દેશોનો કુલ વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન છે.

2023-24માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહે તેવો અંદાજ

વર્લ્ડ  બેંકે તેના રિપોર્ટમાં કહ્યું છે કે 'દક્ષિણ એશિયાની કુલ અર્થવ્યવસ્થામાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી મોટી છે અને નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહી શકે તેવો અંદાજ છે. મિડ-ટર્મ બાદ ફરી તે 6.6 ટકા પર પાછો આવી શકે છે. ભારતના વિકાસ દરમાં સૌથી મહત્વની બાબત સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક વિકાસનો હશે. નાણાકીય વર્ષ 2024-25માં બાંગ્લાદેશનો વિકાસ દર 5.7 ટકાના દરે વધવાનો અંદાજ છે. જો કે, વધતી મોંઘવારી અને વેપાર તેમજ વિદેશી હૂંડિયામણ પર પ્રતિબંધના કારણે વિકાસ દર પર અસર થઈ શકે છે.

પાકિસ્તાન અને શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા દક્ષિણ એશિયાના અન્ય એક દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળ્યા રહ્યા છે. વર્લ્ડ બેંકના અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2024-25માં પાકિસ્તાનનો વિકાસ દર 2.3 ટકા રહી શકે છે. જ્યારે શ્રીલંકામાં વર્ષ 2025માં વિકાસ દર 2.5 ટકા રહેશે. શ્રીલંકામાં પ્રવાસન અને વિદેશોમાંથી આવનારા પૈસામાં તેજી આવવાના સંકેત છે. 

દક્ષિણ એશિયાનો વિકાસ દર થોડા સમય માટે ઝડપી વિકાસ કરશે: માર્ટિન

વર્લ્ડ બેંકના રિપોર્ટમાં દક્ષિણ એશિયાના દેશોના વિકાસ દર અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વર્લ્ડ  બેંકના દક્ષિણ એશિયા વાઇસ પ્રેસિડેન્ટ માર્ટિન રેગરે કહ્યું કે,  'દક્ષિણ એશિયાનો વિકાસ દર થોડા સમય માટે ઝડપી વિકાસ કરશે, પરંતુ નબળી નાણાકીય સ્થિતિ અને જળવાયુ પરિવર્તનથી  ક્ષેત્રના વિકાસ દર પર મોટો ખતરો છે. વિકાસને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે દક્ષિણ એશિયાના દેશોએ એવી નીતિઓ બનાવવાની જરુર છે, કે જેમાં ખાનગી રોકાણ અને રોજગાર વિકાસને પ્રોત્સાહન મળે.


Google NewsGoogle News