Get The App

ISROનો દુનિયામાં વાગ્યો 'ડંકો', ચંદ્રયાન-3ની ઐતિહાસિક સિદ્ધિ બદલ 'વર્લ્ડ સ્પેસ એવોર્ડ'નું એલાન

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
image of Aditya-L1 Launch Pad and Vikram Lander as seen on the surface of the Moon
Image : IANS

Chandrayaan-3: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વિજ્ઞાનીઓએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ અદ્વિતીય કાર્ય બદલ ઈસરોનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે આ ચંદ્રયાન-3 (Chandrayaan-3)ની ઐતિહાસિક સિદ્ધિ બદલ ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન (ISF) દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનના યાન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે.

IACના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન એવોર્ડ એનાયત કરાશે

ઈટાલીના મિલાનમાં 14 ઓક્ટોબરે 75મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ફરન્સ (IAC)ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે ભારત ચંદ્રયાન-3ને 2023ની 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole)ની નીજીક સફળ લેન્ડિંગ કરવાનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આ અંગે ફેડરેશને જણાવ્યું હતું કે, 'ઇસરો દ્વારા ચંદ્રયાન-3 મિશન વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને કોસ્ટ ઈફેક્ટિવ એન્જિનિયરિંગના સમન્વયનું ઉદાહરણ આપે છે. તે શ્રેષ્ઠતા માટે ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન માનવતાને પ્રદાન કરે છે તેવી પ્રચંડ સંભાવનાનું પ્રતીક છે. આ મિશન નવીનતાનું વૈશ્વિક પ્રમાણ છે.

આ પણ વાંચો : Chandrayaan-3ની ટીમને US સ્પેશ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત

અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન

ચંદ્રયાન-3ની અનેક સિદ્ધિઓમાંની એક ભારતના અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન હતું. જેમાં મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ પરમાણુ ટેક્નિક દ્વારા સંચાલિત હતું. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3 લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ISROનો દુનિયામાં વાગ્યો 'ડંકો', ચંદ્રયાન-3ની ઐતિહાસિક સિદ્ધિ બદલ 'વર્લ્ડ સ્પેસ એવોર્ડ'નું એલાન 2 - image


Google NewsGoogle News