Get The App

ચોંકાવનારા CCTV ફૂટેજ: ત્રણ લૂંટારું સામે એકલા હાથે લડી મહિલા, જુઓ કેવી રીતે ભગાડ્યા

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ચોંકાવનારા CCTV ફૂટેજ: ત્રણ લૂંટારું સામે એકલા હાથે લડી મહિલા, જુઓ કેવી રીતે ભગાડ્યા 1 - image


Image:Twitter 

Women Stand Strong Against Robbers: એક મર્દાની ક્યાં નહિ કરતી-આ કહેવતને એક મહિલાએ ફરી ગઈકાલે સાર્થક ફરી બતાવી છે. ઘરમાં ચોરી કરવા આવેલ ટોળકીથી ઘરની માલ-મિલકતોને અને બાળકોને બચાવનાર એક મહિલાની ચારેકોર ભારે ચર્ચા થઈ રહી છે. પંજાબના અમૃતસરમાં રહેતી બે બાળકોની માતાની બહાદુરીની ચર્ચા અહિં થઈ રહી છે. તેણીએ એકલા હાથે ત્રણ માસ્ક પહેરેલા લૂંટારાઓ સામે ભારે લડત આપીને હિંમત અને સૂજબૂજનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો છે.

આ ત્રણેય ચોરે મહિલાના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાએ ડર્યા વગર હિંમત બતાવી અને તેમને ઘરમાં પ્રવેશવા જ ન દીધા. માત્ર એટલું જ નહિ સર્તક રહીને પોતાની બહાદુરીથી બદમાશોને ખાલી હાથે જ પાછા જવા પણ આ મહિલાએ મજબૂર કર્યા હતા. ચોરીના સમયના બહાર આવેલા CCTV અનુસાર ઘરમાં મહિલા સિવાય માત્ર બે જ નાના બાળકો હતા.

ખરેખર મામલો એવો છે કે મહિલા મનદીપ કૌરે એકલા હાથે ત્રણ લૂંટારાઓને પોતાના ઘરમાં ઘૂસતા અટકાવ્યા હતા. બદમાશોને ભગાડવા-ડરાવવા માટે અને પડોશીઓને મદદ માટે બોલાવવા મહિલા જોરથી બૂમો પાડી રહી હતી. બદમાશોએ ઘરમાં ઘૂસવા માટે મેઈન એન્ટ્રી ગેટ પર પૂરી તાકાતથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાએ હિંમત ન હારી અને ડર્યા વગર દરવાજાના બીજા છેડે તમામ જોર લગાવીને ઊભી જ રહી. ચોર તરફથી દબાણ ઓછું થતા મહિલાએ સંયમ અને બુદ્ધિનો પરિચય આપીને તાત્કાલિક જ સોફાનો ટેકો દરવાજે મુક્યો હતો. ચોરીના ઈરાદે આવેલા લૂંટારો અંતે હિંમત હારીને ઘૂસવામાં નિષ્ફળ રહેતા ચાલતી પકડી હતી. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે.

મનદીપ કૌરે જણાવ્યું કે તે કપડાં સૂકવી રહી હતી ત્યારે તેણે ત્રણ માસ્ક પહેરેલા લોકોને તેના ઘરની નજીક જોયા. તરત જ, તેઓ દિવાલ કૂદીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા. આ જોઈને તેણી તરત જ દરવાજો બંધ કરવા દોડી, પરંતુ લૂંટારાઓએ અંદર પ્રવેશવા માટે જોરથી દબાણ કર્યું. સીસીટીવી ફૂટેજમાં કૌર પુરી તાકાતથી દરવાજો બંધ કરતી જોઈ શકાય છે. તે જ સમયે, લૂંટારુઓ બીજા છેડેથી દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ત્રી કોઈક રીતે દરવાજો બંધ કરી દે છે અને ટેકા માટે સોફા મુકી દે છે.

સમગ્ર ઘટના સમયે મહિલાના પતિ અને ઝવેરી જગજીત સિંહ કામ અર્થે બહાર ગયો હતો. વીડિયો વાયરલ થતા પોલીસે મહિલાની બહાદુરીની પ્રશંસા કરી હતી. પોલીસને આશંકા છે કે ઝવેરી હોવાના કારણે લૂંટારાઓએ તેમના ઘરને નિશાન બનાવ્યું હશે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલા સમય મુજબ સોમવારે સાંજે લૂંટારાઓએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. 

બીજી તરફ મહિલાનું કહેવું છે કે આ ઘટના બાદ તેના બાળકો આઘાતમાં છે. મીડિયા સાથે વાત કરતા બહાદુર કૌરે કહ્યું કે આ ઘટના બાદ મારા બાળકો આઘાતમાં છે. લૂંટારાઓને જલદી પકડીને સજા થવી જોઈએ. આ કેસના તપાસ અધિકારી એ.કે. સોહીએ કહ્યું કે કથિત ચોરોના લૂંટના પ્રયાસની તપાસ કરી રહ્યાં છે અને ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહ્યાં છે જેથી શક્ય તેટલી વહેલી તકે તેમની ધરપકડ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો: બાઈકથી કટ મારવા મામલે બબાલ થઇ, 12મું ભણતાં વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી મારી નાખ્યો


Google NewsGoogle News