'મહિલા અનામત બિલ' લાવવાની સરકારની તૈયારી, વિપક્ષનું સમર્થન, જાણો ક્યારે રજૂ થવાની શક્યતા?

સૂત્રોએ જણાવ્યું કે બુધવારે આ બિલ રજૂ કરવામાં આવી શકે છે

વિપક્ષી દળો પણ આ બિલના સમર્થનમાં હોવાથી સરળતાથી પસાર થવાની શક્યતા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
'મહિલા અનામત બિલ' લાવવાની સરકારની તૈયારી, વિપક્ષનું સમર્થન, જાણો ક્યારે રજૂ થવાની શક્યતા? 1 - image

કેન્દ્ર સરકાર તરફથી સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવી શકે છે. સોમવારથી સંસદના વિશેષ સત્રની શરૂઆત થઇ હતી. એવામાં બુધવારે મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. 

આ બિલ રજૂ થશે તો સરળતાથી થશે પસાર, કેમ કે.... 

જો આ બિલને રજૂ કરવામાં આવશે તો આ બિલને સરળતાથી પસાર કરી દેવાશે કેમ કે આ બિલ પર સત્તાપક્ષની સાથે વિપક્ષી દળો પણ સહમત છે. વિપક્ષ તરફથી આ બિલને લઈને જોરદાર હિમાયત પણ અગાઉ કરાઈ હતી.  

INDIA ગઠબંધન પણ સહમત

ખરેખર સોમવારે શરૂ થયેલા સત્રના એક દિવસ પહેલા એટલે કે રવિવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં INDIA ગઠબંધન  સહિત NDAના નેતાઓ પણ સામેલ થયા હતા. આ દરમિયાન મહિલા અનામત બિલ અંગે પણ ચર્ચા થઈ હતી જેને પાસ કરાવવા માટે ન ફક્ત INDIA પરંતુ NDA ના સાથી પક્ષોએ પણ સહમતિ આપી હતી. 



Google NewsGoogle News