મહિલા અગ્નિવીરો માટે ખુશખબર, ટૂંક સમયમાં યુદ્ધજહાજ પર નેવી આપશે મોટી જવાબદારી
લેફ્ટનન્ટ કમાન્ડર પ્રેરણા દેવસ્થલી પણ યુદ્ધ જહાજ પર પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર બનવા માટે તૈયાર : સૂત્ર
Women Agniveer in Navy : દેશમાં 74માં પ્રજાસત્તાક દિવસ (Republic Day)ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરહદ પર દેશની રક્ષા કરવાનું સપનું જોનારી હજારો મહિલાઓ માટે એક મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ છે મુજબ ભારતીય નૌકાદળ (Indian Navy) થોડા અઠવાડિયામાં જ યુદ્ધ જહાજો (warships) પર મહિલા અગ્નિવીરો (Agniveer)ને તૈનાત કરવાનું શરૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લગભગ 50 જેટલી મહિલાઓ યુદ્ધ જહાજ પર સેવા આપી રહી છે.
અનેક મહિલાઓ એવિએશન વિંગમાં પણ સેવા આપી રહી છે
એક મીડિયાના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીના અંત સુધીમાં આ મહિલા અગ્રિવીરોને ખલાસી તરીકે યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવી શકે છે. હાલમાં, લગભગ 50 જેટલી મહિલાઓ એરક્રાફ્ટ કેરિયર્સ, ડિસ્ટ્રોયર અને ફ્રિગેટ્સ જેવા મોટા યુદ્ધ જહાજો પર તૈનાત છે. આ ઉપરાંત અનેક મહિલાઓ એવિએશન વિંગમાં પણ સેવા આપી રહી છે. આ ઉપરાંત એવા પણ સમાચાર છે કે લેફ્ટનન્ટ કમાન્ડર પ્રેરણા દેવસ્થલી (Prerna Devasthali) પણ યુદ્ધ જહાજ પર પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર બનવા માટે તૈયાર છે. તે ચાલી રહેલી તાલીમ બાદ આ પદ સંભાળશે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે યુદ્ધ જહાજ INS ત્રિનકટ (INS Trinkat) પર સેવા આપશે.
ભારત ચોથી સૌથી શક્તિશાળી સેના
હાલમાં જ બહાર પાડવામાં આવેલ ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ 2024 અનુસાર, ભારત વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના ધરાવે છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. જ્યારે યુક્રેન બીજા સ્થાને અને ચીન ત્રીજા સ્થાને છે. આ રેન્કિંગમાં પાકિસ્તાન 9મા સ્થાને છે જ્યારે દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને અને બ્રિટન છઠ્ઠા સ્થાને છે.