Get The App

પશ્ચિમ બંગાળની જેલોમાં કેદી મહિલાઓએ 196 બાળકોને જન્મ આપ્યો, હાઈકોર્ટ પહોંચ્યો મામલો

હાઈકોર્ટે નિમણૂક કરેલ ન્યાયાલય મિત્રએ વિવિધ જેલોની તપાસ કરતા આ મામલો સામે આવ્યો

કોલકાતા હાઈકોર્ટ મામલો ગુનાઈત કેસોની સુનાવણી કરતા બેંચ સમક્ષ મોકલ્યો, સોમવારે સુનાવણી

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળની જેલોમાં કેદી મહિલાઓએ 196 બાળકોને જન્મ આપ્યો, હાઈકોર્ટ પહોંચ્યો મામલો 1 - image

પશ્ચિમ બંગાળની વિવિધ જેલો (West Bengal Jail)માં કેદી મહિલાઓએ 196 બાળકોને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. હવે આ મામલો કોલકાતા હાઈકોર્ટ (Kolkata High Court)માં પહોંચતા સોમવારે સુનાવણી હાથ ધરાશે. કોર્ટના એમિકસ ક્યુરીએ રાજ્યની જેલોમાં સુધારણા સુવિધાઓની અમાનવીય પરિસ્થિતિઓ મામલે કોર્ટનું ધ્યાન દોર્યું છે, ત્યારબાદ આ મામલો સામે આવ્યો છે. હાલ તમામ મહિલા કેદીઓને જુદી જુદી જેલોમાં રખાઈ છે. 

આ ખૂબ જ ગંભીર આરોપ : કોલકાતા હાઈકોર્ટ

કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શિવગણમ અને ન્યાયાધીશ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠે સુનાવણી બાદ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર આરોપ છે. ન્યાયાધીશે આ મામલો ગુનાઈત કેસોની સુનાવણી કરતા બેંચ સમક્ષ મોકલાઈ છે. હવે આ મામલે કોલકાતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જયમાલ્ય બાગચીની ખંડપીઠ સુનાવણી કરી શકે છે.

જેલોમાં કેદીઓની સ્થિતિ જાણવા સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને પહેલ કરી

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના પૂર્વ ચીફ જસ્ટિસ આર.સી.લાહોટીએ સુપ્રીમ કોર્ટને પત્ર લખી દેશની વિવિધ જેલોના કેદીઓની અમાનવીય સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને સુઓમોટો તરીકે ધ્યાને લઈ તમામ હાઈકોર્ટને નિર્દેશ મોકલી કહ્યું હતું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજ્યની જેલોમાં કેદીઓની વધુ ભીડ મામલે સુઓમોટો કેસ દાખલ કરે. સુપ્રીમના નિર્દેશ બાદ તમામ હાઈકોર્ટે જેલોમાં કેદીઓની અમાનવીય સ્થિતિ જાણવા, તેની તપાસ કરવા અને કોર્ટનું ધ્યાન દોરવા એક ન્યાયલય મિત્રની નિમણૂક કરી છે.

મહિલા કેદીઓ સાથે શારીરિક શોષણ!

સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા કોલકાતા હાઈકોર્ટમાં તાપસ કુમાર ભંજની નિમણૂક કરાઈ હતી. તેમને સુધારણા સુવિધામાં કેદીઓ માટેના તમામ પ્રકારના માનવ અધિકાર મુદ્દાઓ જોવાનું કામ સોંપાયું હતું. જ્યારે તેમણે વિવિધ જેલોની મુલાકાત કરી તપાસ કરી તો તેમણે ત્યાં બે પ્રકારના કેદીઓ મોટા લોકો અને ગરીબ લોકોને જોયા. તાપસે રાજ્યના જેલ વિભાગના આઈજી અજય કુમાર ઠાકુર સાથે રાજ્યની વિવિધ જેલોની મુલાકાત લીધી હતી. તેમણે તાપસ અને કોલકાતા હાઈકોર્ટને જણાવ્યું કે, જેલમાં 196 મહિલાઓ ગર્ભવતી બની છે અને મોટાભાગની સગર્ભાઓ ઘરે પરત ફરવા ઈચ્છે છે. ઘણી બાબતોમાં મહિલાઓએ શારીરિક શોષણ થયું હોવાની વાત સ્વીકારી છે. આ તમામ બાબતો સામે આવ્યા બાત તાપસે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું છે. હવે આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે.


Google NewsGoogle News