VIDEO: આ મહિલાની હિંમત કહેવી પડે! બાળકને પીઠ પર રાખીને ટ્રકનું ટાયર બદલી રહી છે...
Woman change tires with tied her Child on her back: બાળકોના ઉછેરમાં માતા-પિતાનો સૌથી મોટો ફાળો હોય છે. જેમાં વારંવાર તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બાળકના ઉછેરમાં માતાનું સૌથી મોટું યોગદાન હોય છે. સોશિયલ મીડિયા પર આ જ બાબત સાબિત કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા તેના નાના બાળકને પીઠ પર બાંધીને ટ્રકનું ટાયર બદલી રહી છે.
આ મહિલા બાળકના ઉછેરની સાથે સાથે ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી પણ નિભાવી રહી છે. જે હાથમાં વેલણ હોવું જોઈએ, એ હાથ ભારે મશીન પકડીને ટ્રકનું ટાયર ખોલી રહ્યા છે. આ વીડિયો જોયા પછી કોઈ પણ કહેશે કે દુનિયામાં એક માતાથી મોટું કોઈ જ ન હોઈ શકે. તે પોતાના બાળકોનું જીવન સારું બનાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે.
બાળકને પોતાની પીઠ પર બાંધીને કામ કરી રહી છે
આ વીડિયોમાં મહિલા તેના બાળકને પીઠ પર કપડાથી બાંધેલું છે. તેમજ તેના હાથમાં ટાયર ખોલવાનું મશીન પણ છે. આ કામ દરમિયાન મશીનમાંથી ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો છે, પરંતુ મહિલા ખૂબ જ ગંભીરતાથી પોતાનું કામ કરતી જોવા મળે છે. આ સમયે જાણે આ બાળક તેની માતાની પીડા સમજતું હોય તેમ કામ દરમિયાન ચૂપચાપ તેની માતાને વળગી રહે છે.
વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઈમોશનલ થઈ ગયા હતા. આ વીડિયોને અત્યાર સુધી નવ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 7 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. તેમજ લાખો લોકોએ શેર પણ કર્યો છે જ્યારે કોમેન્ટમાં અમુક લોકો માતાની મહેનતના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક ટીકા પણ કરી રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે ટાયર બદલતી વખતે મશીન એટલો મોટો અવાજ કરે છે કે બાળક બહેરું પણ થઈ શકે છે.