Get The App

ભાજપ છોડી TMCમાં જોડાતાં મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં મારી! પશ્ચિમ બંગાળની શરમજનક ઘટના

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ભાજપ છોડી TMCમાં જોડાતાં મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં મારી! પશ્ચિમ બંગાળની શરમજનક ઘટના 1 - image

Image : Envato 



BJP Leader Attack On TMC Leader in West Bangal | પ.બંગાળના કોલકાતામાં એક મહિલા ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મની ઘટનાથી આખો દેશ આઘાતમાં છે ત્યારે ત્યાંથી વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ નંદીગ્રામમાં ભાજપના એક બૂથ પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે તપસ દાસ નામના આ ભાજપ નેતાના સહયોગીઓ એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેનું ઉત્પીડન કર્યું હતું. 

ભાજપ છોડી ટીએમસીમાં જોડાઈ હતી આ મહિલા 

જોકે આ મામલે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પીડિત મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાઈ હતી. ભાજપના નેતા તપસ પર આરોપ છે કે તેણે અન્ય લોકો સાથે મળીને આ પીડિત મહિલાને નગ્ન કરીને રોડ પર ઢસડી હતી અને જાહેરમાં તેને માર માર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ એક પ્રતિનિધિમંડળને આ ઘટનાની તપાસ માટે મોકલ્યું છે. આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. 

ભાજપ શું કહે છે? 

ભાજપ આ મામલે દાવો કરે છે કે આ એક પારિવારિક વિવાદનો મામલો હતો અને તેને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. ઘટના ગોકુલનગરના પંચાનનતાલાની છે. ઈજાગ્રસ્ત મહિલાને નંદીગ્રામની એક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પીડિતાએ પણ આરોપ મૂક્યો હતો કે શુક્રવારે રાતે હું અને મારા બે બાળકો ઘરે જ હતા. ત્યારે અમુક લોકો બળજબરીપૂર્વક મારા ઘરમાં ઘૂસ્યા અને મને ઢસડીને બહાર લઈ ગયા. તેના પછી આખા ગામમાં તેને ઢસડવામાં આવી અને તેને નગ્ન કરી દેવામાં આવી. હું પહેલા ભાજપમાં હતી અને પછી તાજેતરની ચૂંટણીમાં ટીએમસીમાં જોડાઈ ગઈ હતી. થોડા દિવસ પહેલા પણ મારા પર હુમલો કરાયો હતો અને મેં પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે આ મામલે ભાજપના નેતાઓ કહે છે કે અમારે આ ઘટનાથી કોઈ લેવા દેવા નથી. ભાજપને બદનામ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. 

ભાજપ છોડી TMCમાં જોડાતાં મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં મારી! પશ્ચિમ બંગાળની શરમજનક ઘટના 2 - image



Google NewsGoogle News