Get The App

10 લાખમાં પતિને કિડની વેચવા મનાવ્યો અને પછી પૈસા લઈ પત્ની રફુચક્કર, પ.બંગાળનો મામલો

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
10 લાખમાં પતિને કિડની વેચવા મનાવ્યો અને પછી પૈસા લઈ પત્ની રફુચક્કર, પ.બંગાળનો મામલો 1 - image


Woman Sells Husband's Kidney for 10 Lakh : પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાની એક મહિલા પર આરોપ છે કે, તેણે દીકરીના શિક્ષણ માટે તેના પતિને 10 લાખ રૂપિયામાં તેની કિડની વેચવા માટે મનાવી લીધો. અને એ પછી તે પૈસા લઈને તેના 'પ્રેમી' સાથે ભાગી ગઈ હતી. પતિ અને તેના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે 'પ્રેમી' એ છૂટાછેડાનો કેસ દાખલ કરવાની પણ વાત કરી હતી.

આ પણ વાંચો: 'એની ઉંમર જેટલી તો મેં તપસ્યા કરી છે...' મહામંડલેશ્વર વિવાદ વચ્ચે બાબા બાગેશ્વર પર ભડકી મમતા કુલકર્ણી

ઘરનો ખર્ચ અને દિકરીના અભ્યાસ માટે પતિને કિડની વેચવા માટે તૈયાર કર્યો 

મહિલાનો પતિ હાવડાના સંકરેલ શહેરનો રહેવાસી છે. આ મામલે પોલીસમાં તેણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે છેલ્લા એક વર્ષથી મહિલા તેના પતિને કિડની વેચીને પૈસા કમાવવા માટે દબાણ કરી રહી હતી. જેથી ઘરનો ખર્ચ સારી રીતે ચાલી શકે અને તેમની 12 વર્ષની દિકરીનો સ્કૂલમાં અભ્યાસ પણ બરોબર થઈ શકે. 

10 લાખ રૂપિયામાં કિડની વેચવા નક્કી કર્યું

જેથી મહિલાએ કિડની ખરીદનારને શોધ્યો અને તેની સાથે 10 લાખ રૂપિયામાં કિડની વેચવા નક્કી કર્યું હતું. જેથી તેનો પતિ કિડની વેચવા માટે સંમત થયો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે ગયા મહિને જ તેમની સર્જરી કરવામાં આવી હતી. એ પછી તે ઘરે પરત આવી ગયો હતો. તેમની પત્નીએ તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે આરામ કરવાની અને બહાર ન જવાની સલાહ આપી. 

કબાટમાંથી 10 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ

પતિએ આગળ કહ્યું કે, પછી એક દિવસ તે ઘરેથી ભાગી ગઈ અને પાછી ન આવી. પછી મને ખબર પડી કે કબાટમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને થોડા બીજા પૈસા લઈને ગાયબ થઈ ગઈ હતી. ફરિયાદમાં પતિએ જણાવ્યું હતું કે, તેણે તેના પરિવાર સાથે મળીને તેની પત્નીને શોધવા માટે મિત્રો અને પરિચિતો પાસેથી મદદ લીધી હતી. પછી હાવડાથી દૂર કોલકાતાના બેરકપુર પાસેથી મળી આવી હતી. અને જે વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી તેની સાથે રહેતી હતી. 

16 વર્ષના લગ્ન જીવનમાં માનસિક અને શારીરિક ત્રાસનો આરોપ 

ફરિયાદ પ્રમાણે, 'આ વ્યક્તિ સાથે મારી પત્નિનો પરિચય ફેસબુક દ્વારા થયો હતો. અને છેલ્લા એક વર્ષથી તેના પ્રેમી સાથે સંબંધમાં હતી. પતિએ કહ્યું કે, જ્યારે હું અને મારી દિકરી બેરકપોર ખાતે તે પુરુષના ઘરે ગયા ત્યારે તેણે બહાર આવવાની ના પાડી દીધી. અને 'પ્રેમી' એ મારા પર આરોપ લગાવ્યો હતો કે તમે 16 વર્ષના લગ્ન જીવનમાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. તેથી હવે તે તમારી સાથે છૂટાછેડાનો કેસ દાખલ કરશે.'

આ પણ વાંચો:મહાકુંભમાં 6 જગ્યાએ દુર્ઘટના ઘટી, સાચો મૃતકાંક છુપાવાયો, CM યોગી રાજીનામું આપે : શંકરાચાર્ય

આ ઉપરાંત તેના પ્રેમીએ એ વાતનો ઇનકાર કર્યો કે મહિલાએ સંકરૈલ તેના સાસરિયાના ઘરમાંથી કોઈ રોકડ રકમ લઈને આવી છે. તેણે કહ્યું કે, તે માત્ર તેની પોતાની બચત જ સાથે લઈને આવી છે. 

મહિલા અને તેના કથિત પ્રેમીની પૂછપરછ કરશે

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ફરિયાદના આધારે અને પતિના પરિવાર સાથે 'પ્રેમી'ની વાતચીતના વીડિયો ફૂટેજની તપાસ કર્યા પછી જ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તેઓ મહિલા અને તેના કથિત પ્રેમીની પૂછપરછ કરશે.


Google NewsGoogle News