મને મુક્કા-થપ્પડ મારે છે, મારી પત્નીથી બચાવી લો, સૂજેલા ચહેરા સાથે પતિએ નોંધાવી FIR
એક શખસે તેની પત્ની વિરુદ્ધ મારપીટ અંગેનો કેસ નોંધાવ્યો
આરોપી મહિલાને પતિનો લુક પસંદ ન હોવાના કારણે લેવા માંગે છે છૂટાછેડા
Image Twitter |
MP Indore Woman Assaulted Husband : એક મહિલાએ તેના પતિને ખૂબ ખરાબ રીતે માર્યો છે. મહિલાએ તેના પતિને મુક્કા મારવાના કારણે તેના ચહેરા પર સોજા આવી ગયો હતો. પતિ સૂજેલા ચહેરા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની જલ્લાદ પત્ની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શખસની હાલત જોઈ તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું.
રિપોર્ટ પ્રમાણે એક શખસે તેની પત્ની વિરુદ્ધ મારપીટ અંગેનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જેમા જાણકારી પ્રમાણે પીડિતાને બે બાળકો પણ છે, જેની સામે તેની પત્ની તેની સાથે દુર્વ્યવહાર કરે છે. વિરોધ કરવામાં આવે તો ગાળો બોલે છે, આક્રમકતા બતાવે છે અને તેને મારપીટ પણ કરે છે.
આરોપી મહિલાને પસંદ નથી પતિનો લુક
તમને જણાવી દઈએ કે આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની છે. પીડિતનું નામ સાવન છે અને તેની સાથે મારપીટ કરનારી પત્નીનું નામ અભિલાષા છે. એરોડ્રામ રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ ફરિયાદમાં સાવને તેની પત્ની પર આરોપ લગાવ્યો છે કે અભિલાષાને તેનો લુક પસંદ નથી, એટલા માટે તેની સાથે તલાક લેવા માંગે છે.
પીડિતાની પત્ની કહે છે કે, બાળકોને સ્કૂલ મુકવા માટે તારે નહીં જવાનું, તને જોઈને લોકો હસે છે અને મારી પણ મજાક ઉડાવે છે. તે મોટાભાગે આ વાતને લઈને ઝઘડા કરે છે. અને આ વખતે ઝઘડા કરતાં- કરતાં એટલી આક્રમક થઈ ગઈ કે કાચની વસ્તુઓ ઉઠાવી મારવા લાગી જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું.
કોઈ વાતનો વિરોધ કરવામાં આવે ત્યારે મારપીટ કરે છે
સાવનનું કેહવું છે કે, તેને સાસરીપક્ષ તેમજ પિયરપક્ષવાળાઓ ખૂબ સમજાવી, પરંતુ તે માનતી જ નથી. મારો ચહેરો જોઈને જેમ તેમ બોલે છે, ગાળો પણ બોલે છે. હવે તેનાથી ડર લાગે છે કે ઝઘડતાં-ઝઘડતાં ક્યારેક કોઈ વસ્તુ મારે નહીં. જ્યારે પણ કોઈ વાતનો વિરોધ કરવામાં આવે ત્યારે મારપીટ કરે છે. જેથી કંટાળીને આ વ્યક્તિએ ન્યાય માટે પોલીસની મદદ લીધી. તેના કહેવા પ્રમાણે તેની અને તેના બાળકોની જીંદગી બરબાદ થઈ રહી છે.