પીરિયડ્સના કારણે ઘર બહાર તંબૂમાં રહેવા મજબૂર મહિલા, સુપ્રીમ કોર્ટના જસ્ટિસે શેર કરી જૂની તસવીર
Supreme Court Judge Sanjay Karol : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલે પીરિયડ્સના કારણે મહિલાઓની સ્થિતિ કેવી હોય છે, તેની એક જૂની તસવીર શેર કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત માત્ર દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સુધી સીમિત નથી, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોએ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જે અંગે આપણે કલ્પના પણ શકતા નથી.’
દેશની અનેક જગ્યા પર ન્યાયિક વ્યવસ્થા પહોંચી નથી : કરોલ
જસ્ટિસ કરોલે કહ્યું કે, ‘બંધારણની રક્ષક સુપ્રીમ કોર્ટની જવાબદારી તે લોકો સુધી પહોંચવાની છે, જેઓ ન્યાય વિશે કશું જાણતા જ નથી. દૂરના વિસ્તારોમાં રહેતી મહિલાઓની પીરિયડ્સ વખતે કેવી સ્થિતિ હોય છે અને તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરે છે? દેશમાં અનેક એવી જગ્યા છે, જ્યાં હજુ સુધી ન્યાયિક વ્યવસ્થા પહોંચી નથી.’
આ પણ વાંચો : ભાજપ નેતાના દીકરાએ કર્યા ઓનલાઈન લગ્ન, પાકિસ્તાનની 'દુલ્હન' અને જોનપુરનો 'દુલ્હા'
મહિલાને પાંચ દિવસ ઘરમાં ન આવવા દીધી
સુપ્રીમ કોર્ટના વકીલોના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે જસ્ટિસ કરોલે આઈ મહિલાનો ઉલ્લેખ કર્યો હતો. આ મહિલાને માસિક ધર્મ દરમિયાન ઘરથી બહાર રહેવા માટે મજબૂત કરવામાં આવી. તેમણે પોતે વર્ષ 2023 એક મહિલાની તસવીર કેમેરામાં કેદ કરી હતી અને તે તસવીર તેમણે દેખાડી. આ તસવીરમાં તંબૂમાં બેસેલી દેખાતી મહિલા અંગે જસ્ટિસ કરોલે કહ્યું કે, ‘મેં એક ગામડામાં આ તસવીર ક્લિક કરી હતી. તે મહિલા એક સામાન્ય કુદરતી પ્રક્રિયાનો સામનો કરી રહી હતી, પરંતુ તેને પાંચ દિવસ સુધી ઘરમાં આવવા દીધી ન હતી.’
કરોલે ભાષણમાં આ વિસ્તારોનો કર્યો ઉલ્લેખ
જસ્ટિસ સંજય કરોલે ભાષણ દરમિયાન બિહાર અને ત્રિપુરાના દૂરના વિસ્તારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આવા વિસ્તારો સુધી ન્યાયિક વ્યવસ્થા જ પહોંચી શકી નથી. ન્યાયિક વ્યવસ્થાને માત્ર મોટા શહેરો સુધી જ નહીં, પરંતુ દૂરના વિસ્તારો સુધી પહોંચાડવાની રહેશે. જો થશે તો દૂરના લોકો પણ ન્યાય સુધી પહોંચી શકશે.’