VIDEO: ચાલુ ટ્રેનમાંથી પડી જતાં મહિલા પ્લેટફોર્મ-ટ્રેન વચ્ચે ફસાઈ, 11 સેકન્ડમાં જ અદભૂત બચાવ
Woman Fall From Train in Kanpur: કાનપુરમાં એક રેલવે પોલીસકર્મીએ પોતાની સતર્કતાથી મહિલાનો જીવ બચાવી લીધો. ઉત્તર પ્રદેશના કાનપુર મહિલા તો ટ્રેનમાં ચઢી ગઈ હતી, પરંતુ તેના બાળકો ટ્રેનમાં નહતા ચઢી શક્યાં. બાળકોની રાહ જોતી મહિલા ચાલતી ટ્રેનમાંથી ઉતરવા લાગી અને ઉતરતા સમયે નીચે પડી ગઈ. આ જોતા જ પોલીસકર્મીએ દોડીને ત્યાં આવી મહિલાને ટ્રેનમાં કચડાતા બચાવી લીધી. હાલ, સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર સેન્ટ્રલ પ્લેટફોર્મ નંબર એકની છે. 23 નવેમ્બરે દિલ્હી જતી શ્રમશક્તિ ટ્રેનમાં એક મહિલા કોચ ગેટ પર ઊભા રહીને પ્લેટફોર્મ પર ઊભેલા પોતાના બાળકને અંદર બોલાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે ટ્રેન ચાલવા લાગી અને મહિલા તેને જોઈને બૂમાબૂમ કરવા લાગી. આ દરમિયાન બાળકો પ્લેટફોર્મ પર જ રહી જતાં મહિલા પણ ટ્રેનના દરવાજાથી નીચે કૂદવા લાગી, પરંતુ ચાલતી ટ્રેનથી ઉતરતી વખતે મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના અંતરની વચ્ચે પડવા લાગી હતી.
11 સેકન્ડમાં બચી ગયો મહિલાનો જીવ
આ દરમિયાન ટ્રેન સાથે દોડી રહેલી જીઆરપી ઇન્સપેક્ટર અને સિપાહીઓએ મહિલાને ટ્રેનની નીચે પડતા બચાવી લીધા અને તુરંત જ સમય સૂચકતા વાપરી તેને બચાવી લીધી. ફક્ત 11 સેકન્ડમાં આ મહિલાને ચાલતી ટ્રેન અને પાટા વચ્ચે કચડાતા બચાવી લીધી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
મહિલાને બચાવનાર ઇન્સપેક્ટરે શું કહ્યું?
મહિલાને બચાવનાર ઇન્સપેક્ટર શિવસાગર શુક્લાએ કહ્યું કે, ત્રણ મહિલાઓ અને એક બાળક ટ્રેનથી દિલ્હી જઈ રહ્યા હતાં, ત્યારે મહિલાનું બાળક પ્લેટફોર્મ પર છૂટી ગયું. ટ્રેન જ્યારે ચાલવા લાગી તો મહિલાએ બૂમો પાડી કે, મારૂ બાળક છૂટી ગયું. તે વારંવાર બૂમો પાડી રહી હતી. તેથી, મારૂ ધ્યાન પણ તેમની તરફ ગયું અને હું સમજી રહ્યો હતો કે, મહિલા ટ્રેનના દરવાજા પર ઊભી છે. આ જરૂર નીચે ઉતરશે. તેથી મેં તેને સમજવાનો પ્રયાસ કર્યો, તેથી ત્યારે તે મહિલા ટ્રેનના ડબ્બાથી પ્લેટફોર્મ પર કૂદી પડી. ટ્રેન ચાલી રહી હતી, તેથી તેના પ્રવાહમાં ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેના અંતરમાં નીચે પડવા લાગી, ત્યારે મેં અને મારા સાથીએ સમયસર તેને હાથ પકડીને બહાર ખેંચી લીધી. આ દરમિયાન અમે ટ્રેનની સાથે જ દોડવા લાગ્યા નહીંતર મહિલા ટ્રેનની નીચે જતી રહેત. જોકે, સમયસર અમે તેને બહાર કાઢી દીધી.