VIDEO : માનવજાત પર ખતરો! વરસાદ, ગરમી, ગ્લેશિયર પીગળવાની ઘટનાઓ વધી, WMOની ગંભીર ચેતવણી
વરસાદ, ગરમી, ગ્લેશિયર પીગળવાની ઘટનાઓ વધી, દરિયાના સ્તરમાં પણ વધારો
છેલ્લા 10 વર્ષ કરતા પણ ખરાબ રહેશે આગામી સમય, આવી રહેલી નવી મુસીબતો અંગે વિશ્વને ચેતવણી
જિનિવા, તા.06 નવેમ્બર-2023, બુધવાર
World Meteorological Organization Climate Change-Global Warming Report : વિશ્વભરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, તો ગ્લોબલ વોર્મિંગના કારણે પર ગ્લેશિયર પીગળવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે હાલ જિનિવેમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયું સંમેલન ચાલી રહ્યું છે, જેમાં એક રિપોર્ટ બહાર પાડી ક્લાઈટમેટ મામલે ભયાનક સંકેતો આપ્યા છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)ના રિપોર્ટ મુજબ છેલ્લા દાયકામાં અતિશય ગરમી મામલે રેકોર્ડ નોંધાયો છે. WMOના રિપોર્ટમાં વધતો વરસાદ, વધતી ગરમી અને ગ્લેશિયર પીગળવા અને તૂટવાના અહેવાલોનો ઉલ્લેખ કરાયો છે.
2011થી 2022નો દાયકો સૌથી ગરમ રહ્યો
રિપોર્ટ મુજબ વર્ષ 2011-2022ના દાયકામાં રેકોર્ડ અતિશય ગરમી પડી હતી, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન, ચીન અને અરબી દ્વીપકલ્પનો દક્ષિણ કિનારે અતિશર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ગરમી પડી હોય તેવા દેશોની વાત કરીએ તો તેમાં દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો અને પૂર્વીય ઓસ્ટ્રેલિયા સહિતના કેટલાક પ્રદેશોનો સમાવેશ થાય છે. 1961-1990 કરતા ગત દાયકામાં સૌથી વધુ ગરમી પડી હતી.
દરિયાનું સ્તર વધ્યું, એન્ટાર્કટિકમાં બરફ પીગળવાની ઘટના પણ વધી
વિશ્વભરમાં અવાર-નવાર ગ્લેશિયરનું પીગળવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેમજ એન્ટાર્કટિકમાં પથરાયેલી બરફની ચાદર સતત પીગળી રહી છે, જેમાં નુકશાનમાં 75% વધારો થયો છે. વર્ષ 2001-2010ની તુલનાએ વર્ષ 2011-2020માં દરિયાના સ્તરમાં પણ વધારો થયો છે. 2023માં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન 36.8 બિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાની સંભાવના છે. આ પડકારને પહોંચી વળવા ગંભીર કાર્યવાહી કરવાની જરૂર છે.
આબોહવા પરિવર્તન વિનાશ વેરશે
માનેનકોવાએ તમામ દેશોને વિનંતી કરી છે કે, તેઓ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા જાળવવાના જરૂરી નિયમો લાગુ કરવા વધુમાં વધુ કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે, હવે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. જો આપણે તુરંત કાર્યવાહી નહીં કરીએ તો આબોહવા પરિવર્તનના પરિણામો વિનાશ વેરશે.