'3 દિવસમાં જ લોકોને તેમની ભૂલનું ભાન થયું...', દિલ્હીના પૂર્વ CM આતિશીનો મોટો દાવો
Image: Facebook
Atishi Marlena: દિલ્હીના કાર્યવાહક મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે 'ભારતીય જનતા પાર્ટીની જીતની સાથે જ રાજધાનીમાં પાવર કટ લાગવાનું શરુ થઈ ગયું છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોથી સેંકડો લોકોએ પાવર કટની ફરિયાદ કરી છે અને તેમને ઇનવર્ટર ખરીદીને લાવવું પડી રહ્યું છે. ત્રણ દિવસમાં જ લોકોને પોતાની 'ભૂલ'નો અહેસાસ થઈ ગયો છે.
આતિશીએ અમુક પેપર બતાવતાં દાવો કર્યો કે 'લોકો સોશિયલ મીડિયા પર પોતાના વિસ્તારોમાં વીજળી કપાયાની ફરિયાદ કરી રહ્યા છે. ત્રણ દિવસમાં પાવર સેક્ટર 24 કલાક વીજળીનું ધ્વસ્ત થવું દર્શાવે છે કે આમ આદમી પાર્ટીની સરકાર દરરોજ, એક એક કલાક સમગ્ર વીજળી સેક્ટરને મોનિટર કરી રહી હતી. આ દર્શાવે છે કે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હટી છે. સમગ્ર પાવર સેક્ટર ધ્વસ્ત થઈ ગયું છે. મને અલગ-અલગ ભાગોથી કોલ આવી રહ્યા છે. કાલે રાત્રે મયૂર વિહારમાં લાઇટ કપાઈ, મને સવારે ઘણા લોકોના ફોન આવ્યા. ઇનવર્ટર ખરીદીને લાવ્યા છે. ઘણા લોકોએ મને કોલ કરીને કહ્યું કે 'ત્રણ દિવસમાં જ અમને અનુભવ થઈ ગયો કે કદાચ ચૂંટણીમાં અમારાથી ભૂલ થઈ.' આમ આદમી પાર્ટીના જતાં જ ખબર પડી ગઈ કે ભાજપથી સરકાર ચાલતી નથી. આજે સવારે કોઈએ મને કહ્યું કે 'આજે તો અમે ઇનવર્ટર લઈ ગયા' જો ફેબ્રુઆરીમાં આટલા લાંબા કટ લાગી રહ્યા છે તો મે, જૂન, જુલાઈમાં શું થશે, જ્યારે સાડા 8 હજાર મેગાવોટથી આગળ પીક ડિમાન્ડ જશે. ભાજપને સરકાર ચલાવવાનું આવડતું નથી. 1993થી 1998માં પણ ભાજપ પાવરમાં હતી ત્યારે પણ પાવર સેક્ટરની ખરાબ સ્થિતિ હતી. આજે 20 રાજ્યોમાં ભાજપની સરકાર છે અને તે તમામ રાજ્યોમાં વીજળીની આ સ્થિતિ છે.
આતિશીએ કહ્યું કે 'ખૂબ દુ:ખની વાત છે કે ભાજપ ચૂંટણી જીત્યા બાદ દિલ્હીને યુપી બનાવી રહી છે. જે રીતે યુપીમાં વીજળી જતી હતી. દિલ્હીની પણ ત્રણ દિવસમાં તે જ સ્થિતિ થઈ ગઈ. કદાચ એ દર્શાવે છે ભણેલા લોકોની સરકાર, જ્યાં અરવિંદ કેજરીવાલ એન્જિનિયર છે, તેમને પાવર સેક્ટર ચલાવવામાં આવે છે અને બીજી તરફ ભણેલા વિનાની, નકલી ડિગ્રીવાળાની સરકાર.'
આ પણ વાંચો: શરદ પવારે પાઘડી પહેરાવી શિંદેનું સન્માન કરતાં ઉદ્ધવ ઠાકરે નારાજ, ભાજપે કર્યો કટાક્ષ
કાર્યવાહક સીએમે કહ્યું, 8 તારીખથી જ ભાજપ સરકાર ચલાવી રહી છે
આતિશીએ કહ્યું '8 તારીખે જ કાઉન્ટિંગના સમયે આ લોકોએ આદેશ જારી કરી દીધો હતો કે મંત્રીઓની ઑફિસો પર તાળા મારી દો, સચિવાલયમાં ઘૂસવા દેવામાં ન આવે, તેમને કોઈ પેપર-ફાઇલ દેખવા આપવી નહીં. હવે સ્પષ્ટ છે કે ભાજપ 8 તારીખથી જ પોતે સરકાર ચલાવી રહી છે. તેનું પરિણામ દિલ્હીવાળા 3 દિવસમાં જ... દિલ્હીવાળાને હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપને લાવવાનું પરિણામ શું છે.'