Get The App

LAC પર સેનાઓના પાછળ હટવાનું કામ પૂર્ણ, હવે તણાવ ઓછો કરવા પર ધ્યાન : એસ. જયશંકર

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
s jaishankar


વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું કે, 'પૂર્વ લદાખમાં LAC પર ચીનની સાથે સમસ્યાના ઉકેલના એક ભાગ તરીકે ગત મહિને સહમતિ બાદ સેનાઓના પાછળ હટવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તણાવ ઓછો કરવા પર ધ્યાન રહેશે.'

જયશંકરે સૈન્ય વાપસી બાદ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારાની આશાને યોગ્ય અનુમાન ગણાવ્યું, પરંતુ એ કહેવાથી બચ્યા કે દ્વિપક્ષીય સંબંધો જૂની રીતે સ્થાપિત થઈ શકે છે.

આ પણ વાંચો : દેશમાં 18 ટકા લોકો 'અભણ', ગુજરાતમાં 15 ટકાને તો સરવાળા-બાદબાકી નથી આવડતા : ચિંતાજનક સર્વે

તેમણે કહ્યું કે, 'હું સેનાઓને પાછળ હટવાને માત્ર તેમને પાછળ હટવાના રૂપ તરીકે જોઉં ચું, ન તેનાથી વધુ કંઈ અને ન તેનાથી ઓછું કંઈ. જો તમે ચીનની સાથે વર્તમાન સ્થિતિને જુઓ છો તો આપણી સામે એક એવો મુદ્દો છે કે આપણા સૈનિક અસ્વસ્થતાપૂર્વક વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક છે, જેના કારણે આપણે તેને પાછળ હટાવવાની જરૂર પડી. તેના માટે 21 ઓક્ટોબરની આ સહમતિ સેનાઓને પાછળ હટાવવાથી જોડાયેલી સહમતિઓમાં અંતિમ હતી. તેના અમલીકરણની સાથે જ આ સમસ્યનાના ઉકેલની દિશામાં સેનાઓના પાછળ હટવાનું કામ પૂર્ણ થઈ ગયું.'

જયશંકરની ટિપ્પણી આ સવાલના જવાબમાં આવી કે ગત મહિને બંને પક્ષો દ્વારા સેનાઓને પાછળ હટાવવી ભારત અને ચીન વચ્ચે સંબંધો જૂની રીતે સ્થાપિત થશે?. વિદેશ મંત્રીએ કહ્યું કે, સંબંધોની હાલની સ્થિતિ એ નિષ્કર્ષ પર નથી પહોંચતી.

આ પણ વાંચો : ટ્રમ્પની ટીમ 2.0: બિઝનેસ અને હિન્દુત્વને સમર્થન, સગીરાનું શોષણના આરોપીને એટર્ની જનરલ બનાવ્યા


Google NewsGoogle News