Get The App

ઓમરને 4 અપક્ષનો ટેકો મળતાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા સક્ષમ, કોંગ્રેસના સાથની જરૂર નહીં

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ઓમરને 4 અપક્ષનો ટેકો મળતાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા સક્ષમ, કોંગ્રેસના સાથની જરૂર નહીં 1 - image


- જમ્મુ કાશ્મીરમાં બદલાતા જતાં રાજકીય સમીકરણો

- ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસના વધુ પડતા આત્મવિશ્વાસ અને બિનજરુરી આક્રમકતાની આકરી ટીકા કરી

- મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી ચૂંટણી યોજાવવાની છે ત્યારે કોંગ્રેસના નબળા દેખાવથી સાથી પક્ષોમાં ચિંતા

Jammu and Kashmir News |  જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જુનિયર પાર્ટનર રહેશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ૯૦માંથી ૪૫ બેઠક જીતનારી નેશનલ કોન્ફરન્સને ચાર અપક્ષોએ સમર્થન આપતા હવે ઓમર અબ્દુલ્લા કોંગ્રેસના સમર્થન વગર પણ સરકાર બનાવવાની સ્થિતિમાં પહોંચી ગયા છે. ચાર અપક્ષ પ્યારેલાલ શર્મા, સતીશ શર્મા, ચૌધરી મોહમ્મદ અક્રમ અને ડો. રામેશ્વરસિંહે સમર્થન આપ્યું હતું.

આ ચારેય અપક્ષ અનુક્રમે ઇન્દરવાલ, છાંબ, સુરણકોટ અને બની બેઠક પર જીત્યા હતા. આ સાથે નેશનલ કોન્ફરન્સની 42 અને અપક્ષની ચાર એમ તેમની સરકારને જરુરી સમર્થનનો આંકડો 45ને વટાવી ગયો છે. આ 46 સભ્યોમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નીમેલા પાંચ સભ્યોનો સમાવેશ થતો નથી. આનો સીધો અર્થ એમ થાય કે કાશ્મીરી રાજકીય પક્ષેને સરકાર ચલાવવા કોંગ્રેસના સમર્થનની જરૂર નથી. જો કે એનસીને આ રીતે મળેલી બહુમતીનો માર્જિન ઓછો છે અને તેમા પણ એકપણ વિધાનસભ્ય આઘોપાછો થાય તો સીધી તેની સરકાર પર અસર પડી શકે છે.કોંગ્રેસને જમ્મુ-કાશ્મીરમાં ફક્ત છ બેઠક મળી છે. આમ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં કોંગ્રેસનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે.

પણ હાલમાં તો અબ્દુલ્લા પણ કોંગ્રેસ માટે વિચારવાની સ્થિતિમાં નથી. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે હરિયાણાના પરાજયના પગલે કોંગ્રેસે આંતરિક ખોજ કરવાની જરૂર છે. હરિયાણામાં ભાજપને સળંગ ત્રીજી ટર્મ માટે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મળી છે. આ બતાવે છે કે કોંગ્રેસ એન્ટિ ઇન્કમ્બન્સીનો યોગ્ય ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે. તેનું કારણ તેની વિભાજીત નેતાગીરી છે. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે પોલ પાછળ આપણો સમય ન બગાડો. પણ કોઈએ વિચાર્યું ન હતું કે એક્ઝિટ પોલ આટલા ખોટા પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 18ના 20 થઈ જાય તો તે સમજી શકાય છે, પરંતુ 30ના 30 અને 30ના 60 થઈ જાય તે સમજાતું નથી. તેણે કોંગ્રેસના વધુ પડતા આત્મવિશ્વાસમાંથી બહાર આવવા જણાવ્યું હતું અને બિનજરુરી આક્રમકતાની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ આત્મખોજ 2019માં આર્ટિકલ 370 નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલી ચૂંટણી યોજાઈ રહી છે.

આ પરાજયના પગલે ફક્ત એનસી નહી ઇન્ડિયા બ્લોકના તેના સાથીદારો પણ તેના પર ત્રાટક્યા છે. તેમા પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે તો કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.તેમનું કહેવું હતું કે કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ તેને લઈ ડૂબ્યો. તેમા પણ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી ચૂંટણી યોજાવવાની છે ત્યારે કોંગ્રેસના નબળા દેખાવથી સાથી પક્ષો ચિંતિત થઈ ઉઠયા છે. 


Google NewsGoogle News