ગૂગલ મેપના સહારે રાતે મુસાફરી ભારે પડી, કાર સહિત દંપતી 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો
Image: Freepik
Road Accident in Kerala: કેરળમાં માર્ગ દુર્ઘટનાનો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. કોચ્ચિ જિલ્લાના પટ્ટીમેટમ નજીક એક દંપતીની કાર 15 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ. જોકે, દુર્ઘટનામાં બંને લોકો ચમત્કારિક રીતે બચી ગયા છે. શનિવારે કોચ્ચિ પોલીસે આ જાણકારી આપી છે.
કાર પરથી નિયંત્રણ ગુમાવ્યુ
આ ઘટનાની વધુ જાણકારી આપતાં પટ્ટીમેટમ ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રસ્તા પર એક ઊંડો ખાડો હતો પરંતુ દંપતીને તેના વિશે ખબર નહોતી. જ્યારે કાર ત્યાંથી પસાર થઈ તો તેમણે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું.
16 ફૂટ ઊંડા કૂવામાં કાર જઈને પડી
તે બાદ કાર દુકાન સાથે ટકરાઈ અને નજીકમાં આવેલા કૂવામાં પડી ગઈ. કારની અંદર પતિ-પત્ની સવાર હતા. કારની સાથે જ દંપતી 16 ફૂટ ઊંડા કૂવામાં જઈ પડ્યુ. આ દુર્ઘટનાના કારણે બંને લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા.
રાત્રે ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા હતા
બચાવ દળના અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના શુક્રવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ થઈ છે. કારની ઝડપ વધારે હશે. દંપતી કદાચ ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે કારને કૂવાથી બહાર કાઢવામાં આવી તો તેના ફોન પર ગૂગલ મેપ એપ ચાલી રહી હતી.
આ રીતે બહાર કાઢવામાં આવ્યા
કૂવામાં પાણી ઓછુ હતુ તેથી દંપતી કારના પાછળના દરવાજાથી સુરક્ષિત બહાર નીકળી શક્યા. મદદ પહોંચ્યા સુધી તેઓ કૂવાની અંદર જ ઊભા રહ્યા. સ્થાનિક લોકોએ અને બચાવ અધિકારીઓએ કૂવાની અંદરથી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા.
મોટી દુર્ઘટના ઘટત
અધિકારીએ જણાવ્યું કે જો કૂવો પાણીથી ભરાયેલો હોત તો સ્થિતિ અલગ હોત. કૂવાની અંદર સીડી લગાવીને દંપતીને બહાર કાઢવામાં આવ્યા. દંપતીને સામાન્ય ઈજા પહોંચી છે.