ચૂંટણી પહેલાં જ ભાજપ 'કોંગ્રેસમુક્ત'ની જગ્યાએ 'કોંગ્રેસયુક્ત', જાણો કેટલા પરિવારવાદીઓને ટિકિટ મળી?
Haryana Assembly Election 2024: પરિવારવાદના મુદ્દે કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોને ઘેરી લેનાર ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 8 લોકોને ટિકિટ આપી છે. આ લોકો વંશવાદી રાજકારણને આગળ ધપાવી રહ્યા છે. બીજેપીના 67 ઉમેદવારોની યાદીમાં ઘણા નામ છે, જેમના પરિવાર રાજકારણ સાથે જોડાયેલા છે.
ભાજપે હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ નેતા વિનોદ શર્માની પત્ની શક્તિ રાની શર્માને ટિકિટ આપી છે. રાજ્યસભાના સાંસદ શક્તિ રાણી શર્માના પુત્ર કાર્તિકેય શર્માને કાલકા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
પૂર્વ ધારાસભ્ય કરતાર સિંહ ભડાનાના પુત્ર મનમોહન ભડાનાને સામલખા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ભડાનાએ 1999માં હરિયાણામાં ભારતીય રાષ્ટ્રીય લોકદળ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હરિયાણા વિકાસ પાર્ટીથી અલગ થયેલા ભડાનાના જૂથે દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાને ટેકો આપ્યો હતો, ત્યારબાદ ઈન્ડિયન નેશનલ લોકદળ સત્તામાં આવી હતી. રાજ્ય સરકારની રચના થઈ અને ચૌટાલા મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. 2012માં, કરતાર સિંહે આરએલડીની ટિકિટ પર ખતૌલી બેઠક પરથી ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી. બાદમાં કરતાર સિંહ ભડાના ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ વરસાદે ગુજરાતના વિકાસની પોલ ખોલતાં ભાજપ ફસાયો, લોકોના 'મહેણાં ટોણાં' સાંભળવા મજબૂર
આરતી રાવ અને શ્રુતિ ચૌધરીને ટિકિટ
ભાજપે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવને અટેલી બેઠક પરથી ઉતાર્યા છે. વરિષ્ઠ નેતા રાવ ઈન્દ્રજીત સિંહ લગભગ એક દાયકા પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપની યાદીમાં શ્રુતિ ચૌધરીનો પણ સમાવેશ થાય છે, જે વરિષ્ઠ નેતા કિરણ ચૌધરીની પુત્રી છે. કિરણ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને જૂન 2024માં ભાજપમાં જોડાયા. ભાજપે તોશામ બેઠક પરથી શ્રુતિ ચૌધરીને ટિકિટ આપી છે.
તેવી જ રીતે ભાજપે આદમપુર બેઠક પરથી કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઈને ઉમેદવાર બનાવ્યા છે. કુલદીપ બિશ્નોઈ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર છે. 2007માં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કુલદીપ બિશ્નોઈએ હરિયાણા જનહિત પાર્ટી બનાવી હતી. બાદમાં તેઓ 2011માં ભાજપ અને 2014માં કોંગ્રેસમાં સામેલ થયા હતા. 2016માં, તેમણે હરિયાણા જનહિત કોંગ્રેસનો કોંગ્રેસ પક્ષમાં વિલય કર્યો હતો. પરંતુ 2022માં પાછા ભાજપમાં જોડાયા હતાં.
ક્રિષ્ના મિદ્ધા ઈન્ડિયન નેશનલ લોકદળના પૂર્વ ધારાસભ્ય હરિચંદ મિદ્ધાના પુત્ર છે. તેમને જીંદથી ટિકિટ આપવામાં આવી છે. 2019માં જીંદથી ચૂંટણી જીતનાર મીદ્ધાએ પહેલીવાર ભાજપ માટે જીંદ બેઠક જીતી હતી.
ચરખી દાદરી બેઠક પરથી ભાજપના સુનીલ સાંગવાનને ટિકિટ આપવામાં આવી છે, પૂર્વ જેલર સુનીલ સાંગવાને ડેરા સચ્ચા સોદાના વડા રામ રહીમને અનેક વખત પેરોલ મંજૂર કર્યા છે. સુનીલ સાંગવાન પૂર્વ સાંસદ સતપાલ સાંગવાનના દિકરા છે, જે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.
ભાજપની યાદીમાં પરિવારના અન્ય સભ્ય રાવ નરબીર સિંહ સામેલ છે, જેમને પાર્ટીએ બાદશાહપુરથી ટિકિટ આપી છે. રાવ નરબીર હરિયાણાના પૂર્વ મંત્રી મહાવીર સિંહ યાદવના પુત્ર અને પંજાબના ભૂતપૂર્વ MLC મોહર સિંહ યાદવના પૌત્ર છે.