Get The App

યુપીમાં રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતવી અઘરી, જાતીગત સમીકરણ, બસપા, અખિલેશ-રાહુલની જોડી અસર કરશે

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
યુપીમાં રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતવી અઘરી, જાતીગત સમીકરણ, બસપા, અખિલેશ-રાહુલની જોડી અસર કરશે 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાં મોટી સંખ્યામાં બેઠકો છે. 80 લોકસભા બેઠકો ધરાવતા પ્રદેશની દેશના રાજકારણ ઉપર પણ મોટી અસર પડે છે. આ વખતે સાતેય તબક્કામાં યુપીમાં ચૂંટણી ચાલી રહી છે. અહીંયા પાંચ તબક્કામાં મતદાન પૂરું થઈ ગયું છે પણ ધાર્યા પ્રમાણે મતદાન થયું નથી. તેના કારણે સત્તાધારી પક્ષમાં એક તરફ ચિંતા છે તો બીજી તરફ વિષણો થોડા આશ્વસ્ત છે કે, તેમને વધારે બેઠકો આવી શકે. 

યુપીમાં ખરેખર ભાજપ વધારે બેઠકો લાવી શકશે કે નહી?

બીજી તરફ રામ મંદિરનું નિર્માણ અને રામ લલાની સ્થાપનાએ દેશમાં જે જુવાળ ઊભો કર્યો છે તે ભાજપની નૈયા પાર કરાવી દે તો પણ નવાઈ ન કહેવાય. કેટલાક જાણકારો માની રહ્યા છે કે, યુપીમાં ભાજપ રામ ભરોસે તરી જાય અથવા તો સ્થાનિક મુદ્દા વિપક્ષોને તારી લે તેવું પણ બને. આ બધા વચ્ચે નવી ચર્ચા ચાલી છે કે, યુપીમાં ખરેખર ભાજપ વધારે બેઠકો લાવી શકશે કે નહીં. 2014 અને 2019ની સરખામણી કરીએ તો ભાજપની બેઠકો સરેરાશ વધારે છે પણ પોતાની જ સરખામણીએ ઘટેલી હતી.

યુપીમાં જાતીગત રાજકારણ વધારે સેન્સિટિવ 

ભાજપને 2014માં 71 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં વિપક્ષોના સુપડા સાફ થઈ ગયા હતા. જો કે ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ફરીથી મોદીના નામે બેઠકો તો મળી ૫ણ 2014 કરતા વધારે નહીં. 2014 કરતા 9 બેઠકો ઘટી ગઈ. 2019માં ભાજપને 12 બેઠકો મળી હતી. જાણકારોના મતે યુપીમાં માત્ર રામ મંદિર અને હિન્દુત્વના મુદ્દા વધારે ચાલતા હોવાથી તથા જાતીગત રાજકારણ વધારે સેન્સિટિવ હોવાથી અન્ય મુદ્દા અસર કરતા નથી. 

ભાજપની જીતની સરેરાશ સારી પણ સ્ટ્રાઈક રેટમાં ઘટાડો  

તેમ છતાં વિપક્ષોના ખાલી હાથ અને એક દાયકમાં ઘટેલી ભાજપની બેઠક કંઈક અલગ ચિત્ર રજૂ કરે છે. ભાજપની જીતની સરેરાશ સારી છે પણ આ સ્ટ્રાઈક રેટ ઘટ્યો છે. 2024માં જો તેમાં ઘટાડો થાય તો કેન્દ્રીય રાજકારણ ઉપર તેની સીધી અસર દેખાય તે સ્વાભાવિક છે. આ વખતની યુપીની ચૂંટણીમાં ત્રણ ભાગ પડેલા છે. એક તરફ ભાજપ અને આરએલડી (જયંત ચૌધરી)નું જે એનડીએ છે. બીજી તરફ રાહુલ અને અખિલેશની આગેવાની હેઠળ ઈન્ડિયા ગઠબંધન તથા ત્રીજી તરફ તરીકે આ ચૂંટણી અખાડામાં ઉતર્યા છે. 

યુપીમાં રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતવી અઘરી, જાતીગત સમીકરણ, બસપા, અખિલેશ-રાહુલની જોડી અસર કરશે 2 - image

સાત વર્ષ બાદ રાહુલ-અખિલેશની જુગલબંદી ઉપર નજર

એક તરફ દેશભરમાં રામ મંદિરનો જુવાળ છે તો બીજી તરફ અયોધ્યામાં આ મુદ્દે બદલાયેલી સ્થિતિ છે. ફૈઝાબાદ લોકસભા બેઠક ઉપર સ્થાનિકોની વિચારસરણી અને માગણી જુદા છે. અહીંયાના લોકો માને છે કે, મંદિરનો વિવાદ ચાલતો હતો. તેનો અંત આવી ગયો. 

પીએમ મોદી દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી પણ તેનાથી સ્થાનિક મુદ્દા ભુલી જવાય તેમ નથી. અહીંયા રોજગારી, સ્થાનિક મુથ, રોડ અને રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક રોજગારી જેવી ઘણી સમસ્યાઓ છે જેના ઉપર નજર નાખવામાં આવતી નથી. 

યુવાનોને સારું ભવિષ્ય અને ઉજજવળ રોજગારી મળે તેમાં વધારે રસ છે. તે ઉપરાંત અયોધ્યા કોરિડોર બનવાથી જે લોકોનું સ્થળાંતર થયું છે તે તમામ લોકોને રોજગારીના અવસર, યોગ્ય પૂનર્વસન, યોગ્ય વળતર જેવા ઘણા બાકી રહી ગયેલા મુદ્દે આશા છે. તેઓ માત્ર મંદિરને ધ્યાનમાં રાખીને મત આપી દે તેવું લાગતું નથી. 

આ ઉપરાંત અચાનક બહારના લોકો, કંપનીઓ અને હોટેલ્સ દ્વારા મોટાપાયે જમીનોની ખરીદી અને સંપાદન થઈ રહ્યું છે તે મોંધવારી અને સ્થાનિકો માટે સ્પર્ધા વધારશે તેવું તેવું પણ લોકો માની રહ્યા છે. આ સંજોગોમાં સ્થાનિકોને સંતોષ નહીં મળે તો પરિણામ ઉપર તેની અસર દેખાશે તે સ્વાભાવિક છે.

2019માં ભાજપ વિનિંગ પોઝિશનમાં હતું

આ વખતે ચૂંટણીમાં એનડીએ, ઈન્ડિયા અને માયાવતી દ્વારા વિવિધ સમીકરણો સાધીને ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. 2024માં રાજકીય પક્ષોની રણનીતિ જોઈએ તો ભાજપ દ્વારા 80 માંથી 75 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. 

બીજી તરફ સમાજવાદી પાર્ટીએ 62 બેઠકો ઉપર ઉમેદવારી કરી છે. કોંગ્રેસે 17 બેઠકો ઉપર ઉમેદવાર ઉતારીને ઈન્ડિયા ગઠબંધનમાં સપાનો હાથ ઉપર રાખ્યો છે. અપના દલ દ્વારા બે બેઠકો જ્યારે આરએલડી દ્વારા પણ બે બેઠકો ઉપર ઉમેદવારી કરાઈ છે. 

આ તમામની સામે માયાવતીએ બસપાના 80 ઉમેદવારી 80 બેઠક ઉપર મેદાને ઉતાર્યા છે. આ રણનીતિ સામે ગત ચૂંટણીના પરિણામ જોઈએ તો ભાજપ વિનિંગ પોઝિશનમાં હતું. ભાજપને સૌથી વધારે 62 બેઠકો મળી હતી. ત્યારબાદ માયાવતીના ભાગે 10 બેઠકો આવી હતી. સમાજવાદી પાર્ટીને પાંચ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસની હાલત સૌથી ખરાબ હતી. કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. કોંગ્રેસને માત્ર રાયબરેલી ઉપર જીત મળી હતી. રાહુલે અમેઠી બેઠક ગુમાવી દીધી હતી.

જાતીગત સમીકરણ સાધવામાં પણ ભાજપ અવ્વલ રહ્યું

ભાજપ દ્વારા જાતીગત સમીકરણ પણ મજબૂત રીતે સાધી લેવાયું છે. બીન યાદવ ઓબીસી વોટ ઉપર નજર કરીએ તો તેના ઉપર હવે માયાવતીની પહેલા જેવી પકડ રહી નથી. તેનો લાભ ભાજપને વધારે થયો છે. રાજકીય જાણકારોના મતે અખિલેશ અને રાહુલની જોડી પાસે યાદવ અને મુસ્લિમ મતદારોની જ વોટ બેન્ક છે. તેનાથી વધારે ઉપર તેઓ આશા રાખી શકે તેમ પણ નથી.

છેલ્લાં ત્રણ-ચાર ઈલેક્શનમાં આ મતદારોમાંથી પણ ઘણા મતદારો દ્વારા ભાજપ અને માયાવતીને મત આપવામાં આવ્યા છે. તેના પગલે સપા અને કોંગ્રેસની હાલત ખરાબ થઈ હતી. જે વોટબેન્ક ઉપર તેઓ આધાર રાખે છે તેની કુલ વસતીનો ભાગ 30 ટકા છે. તેમાંથી 50 ટકા લોકોએ તો ગત લોકસભામાં ભાજપને મત આપ્યા હતા. 

સપા-કોંગ્રેસને ફાળે તો 26 ટકા મત જ આવ્યા હતા. જયંત ચૌધરીને પણ આ વખતે ભાજપે પોતાની સાથે લઈ લીધા છે તેથી જાટ અને ખેડૂતોનો મુદ્દો પણ સધાઈ ગયો હોય તેમ લાગે છે. જાણકારો માને છે કે, ભાજપે જે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે તેમાં બિન યાદવ ઓબીસી જાટવ અને નોન જાટવ તથા સવર્ણોના મત તેની પાસે આવી તેવી ધારણા છે જે 55 ટકાથી વધારેની વોટબેન્ક છે. હાલમાં વિપક્ષનું તો એવું કોઈ મજબૂત સમીકરણ લાગતું નથી જે ભાજપ સામે ટકી જાય.

યુપીમાં રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતવી અઘરી, જાતીગત સમીકરણ, બસપા, અખિલેશ-રાહુલની જોડી અસર કરશે 3 - image

મંદિર નિર્માણ ઉપરાંત રોજગારી યુવાઓની પસંદ છે

એક તરફ દેશભરમાં રામ મંદિરનો જુવાળ છે તો બીજી તરફ અયોધ્યામાં આ મુદે બદલાયેલી સ્થિતિ છે. ફૈઝાબાદ લોકસભા બેઠક ઉપર સ્થાનિકોની વિચારસરણી અને માગણી જુદા છે. અહીંયાના લોકો માને છે કે, મંદિરનો વિવાદ ચાલતો હતો. તેનો અંત આવી ગયો. પીએમ મોદી દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી પણ તેનાથી સ્થાનિક મુદ્દા ભુલી જવાય તેમ નથી.

અહીંયા રોજગારી, સ્થાનિક મુદ્દા, રોડ અને રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થાનિક રોજગારી જેવી ઘણી સમસ્યાઓ છે જેના ઉપર નજર નાખવામાં આવતી નથી. યુવાનોને સારું ભવિષ્ય અને ઉજજવળ રોજગારી મળે તેમાં વધારે રસ છે. તે ઉપરાંત અયોધ્યા કોરિડોર બનવાથી જે જે લોકોનું સ્થળાંતર થયું છે તે તમામ લોકોને રોજગારીના અવસર, યોગ્ય પૂનર્વસન, યોગ્ય વળતર જેવા ધણા બાકી રહી ગયેલા મુદ્દે આશા છે. 

તેઓ માત્ર મંદિરને ધ્યાનમાં રાખીને મત આપી દે તેવું લાગતું નથી. આ ઉપરાંત અચાનક બહારના લોકો, કંપનીઓ અને હોટેલ્સ દ્વારા મોટાપાયે જમીનોની ખરીદી અને સંપાદન થઈ રહ્યું છે તે મોંઘવારી અને સ્થાનિકો માટે સ્પર્ધા વધારશે તેવું પણ લોકો માની રહ્યા છે. આ સંજોગોમાં સ્થાનિકોને સંતોષ નહીં મળે તો પરિણામ ઉપર તેની અસર દેખાશે તે સ્વાભાવિક છે.

યુપીમાં રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતવી અઘરી, જાતીગત સમીકરણ, બસપા, અખિલેશ-રાહુલની જોડી અસર કરશે 4 - image

પેપરલીક અને રોજગારીનો અભાવ યુવા મતદારોના મુખ્ય પ્રશ્નો

ગુજરાતની જેમ યુપીમાં પણ પરીક્ષાના પેપર્સ લીક થવાની સમસ્યા મોટી છે. તે ઉપરાંત સ્થાનિક રોજગારી અને અવસર મુદ્દે યુવાને રાજ હોવાનો સુ૨ આવી રહ્યો છે. ખાસ કરીને ગત વર્ષે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં હે પેપર લીક કૌભાંડ થયા તેના કારણે યુવાનોમાં ભારે નારાજગી છે. 

ગત વર્ષે સમીક્ષા અધિકારી અને મે સહાયક સમીક્ષા અધિકારીના પદ ઉપર પરીક્ષા થવાની હતી પણ તેના પેપર લીક થઈ જતા મોટાપાયે હોબાળો થયો હતો. તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં જ યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં પણ પરીક્ષાના આગલા દિવસે પ્રશ્નશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું અને પરીક્ષા રદ કરવાની આવી. 

સરકારે ફરીથી પરીક્ષા લેવાનું આશ્વાસન આપ્યું હતું પણ હજી સુધી કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી. આ પરીક્ષામાં અંદાજે 50 લાખ યુવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી. આવી ઘણી સમસ્યાઓથી યુવાનો કંટાળેલા છે. ઘણા રાજકીય જાણકારો માને છે કે, લાખો યુવાનો બેરોજગારીના ભરડામાં છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની સીધી અસર પરિણામ ઉપર જોવા મળશે. 

યુપીમાં રામમંદિરના મુદ્દે ચૂંટણી જીતવી અઘરી, જાતીગત સમીકરણ, બસપા, અખિલેશ-રાહુલની જોડી અસર કરશે 5 - image



Google NewsGoogle News