ટ્રેન ચૂકી ગયા પછી શું એ જ ટિકિટથી કરી શકીએ બીજી ટ્રેનમાં મુસાફરી? જાણી લો રેલવેનો નિયમ
Railway Rule : ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. કેટલાક લોકો લાંબા અંતર માટે તો કેટલાક થોડા કલાકો માટે આ સરકારની આ સેવાનો ઉપયોગ કરે છે. અને આ દેશના અર્થતંત્ર સાથે જોડાયેલું માધ્યમ છે. રેલવે પ્લેટફોર્મ એક એવું માધ્યમ છે, જે દરેક વર્ગના વ્યક્તિઓ માટે ઉપયોગી છે. જો તમે મોટાભાગે રેલ્વેમાં મુસાફરી કરતાં હોવ તો, આજે અમે તમારા માટે મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છીએ, જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ઘણીવાર આપણા મનમાં થતાં હોય છે કે, જો આપણી ટ્રેન ચૂકી જઈએ, તો શું આપણે એ જ ટિકિટ સાથે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકીએ?
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં નવા 600 સૈનિકોની કરાઈ ભરતી, આતંકવાદી ઘટનાઓને લઈને BSFની મોટી તૈયારી
હા, આ શક્ય છે, પરંતુ આ ફક્ત તે લોકો માટે છે, જેમણે જનરલ ટિકિટ લીધી છે. રિઝર્વેશન ટિકિટ લેનારા લોકો આ સુવિધા કરી શકતા નથી. ચાલો તેના વિશે જાણીએ.
શું કહે છે નિયમ
જો કોઈ કારણસર તમે તમારી ટ્રેન ચૂકી જાઓ છો, અને તમારી પાસે જનરલ ટિકિટ છે, તો તમે કોઈપણ અન્ય ટ્રેનના જનરલ ડબ્બામાં સરળતાથી મુસાફરી કરી શકો છો. જો કે, રિઝર્વેશન પર મુસાફરી કરતા લોકો માટે તે સુવિધા નથી. કારણ કે તેઓએ ફિક્સ સમય અને સીટ માટે ટિકિટ બુક કરાવી છે. તેથી તમે અન્ય કોઈ ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી, કારણ કે તે ટ્રેનમાં કોઈ અન્ય વ્યક્તિએ તમારા માટે ટિકિટ બુક કરાવી હશે. તમને જણાવી દઈએ કે બંને શ્રેણીઓ માટે નિયમો અલગ-અલગ છે. હવે સવાલ એ થાય છે કે આ સ્થિતિમાં તમે શું કરી શકો. તો આવો તેના વિશે જાણીએ.
રિઝર્વેશન ધરાવતા મુસાફરોએ શું કરવું જોઈએ?
જો તમે તમારી ટ્રેન ચૂકી ગયા છો, અને તમે તેના માટે રિઝર્વેશન કરાવ્યું છે, તો તમે બીજી કોઈ ટ્રેનમાં જઈને બેસી શકતા નથી, પરંતુ એક એવો રસ્તો છે જેના દ્વારા તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. આવા કિસ્સામાં તમે રિફંડ માટે અરજી કરી શકો છો. જો તમે ટિકિટ કાઉન્ટર પરથી તમારું રિઝર્વેશન લીધું છે, તો તમારે ત્યાં જઈને TDR ફોર્મ ભરવું પડશે. પરંતુ જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તમે IRCTC સાઈટ અને એપ દ્વારા TDR ફોર્મ ભરી શકો છો.
જો કે, આ માત્ર એક જ સ્થિતિમાં થઈ શકે છે, જો તમે કોઈ કારણસર તમે મુસાફરી નથી કરી શકતાં. તમારે ચાર્ટ તૈયાર થાય તેના એક કલાક પહેલા TDR ફાઇલ કરાવવું પડશે. TDR ફાઇલ કર્યા પછી, તમને 60 દિવસની અંદર રિફંડ મળશે. કૃપા કરીને નોંધી લેશો કે, આ સુવિધા તત્કાલ ટિકિટના કિસ્સામાં કામ નહીં લાગે.