હવે રાજકારણના અખાડામાં ઉતરશે વિનેશ ફોગાટ? બહેન બબીતાની વિરૂદ્ધ ચૂંટણી લડવાની અટકળો તેજ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat



Haryana Assembly Election : સમગ્ર દેશમાં હાલ મહિલા રેસલર વિનેશ ફોગાટ ખૂબ ચર્ચામાં છે. પેરિસ ઓલિમ્પિકમાં વજન મર્યાદા કરતાં માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે તે ડિસ્ક્વોલિફાઇ થઈ હતી. હવે પેરિસથી નિરાશ થઈ ભારત પરત આવ્યા બાદ વિનેશ આગામી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના દેખાઈ રહી છે. સૂત્રો મુજબ, કેટલાક રાજકીય દળો તેને તેમના પક્ષમાં સામેલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન, જો વિનેશ રાજકારણમાં પ્રવેશ કરે તો તે પોતાની બહેન બબીતા ફોગાટ સામે ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

વિનેશને સામેલ કરવા રાજકીય દળોના પ્રયાસો

વિનેશ ફોગાટના નજીકના સૂત્રોએ મીડિયાને જાણકારી આપી છે કે, વિનેશે અગાઉ કહ્યું હતું કે તે રાજકારણમાં સક્રિય થશે નહીં, પરંતુ કેટલાક રાજકીય દળો તેને તેમના પક્ષમાં સામેલ કરવા પ્રયાસો કરી રહ્યા છે. વિનેશ ફોગાટ જ્યારે ભારત પરત ફરી ત્યારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સમયે કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર હુડ્ડા અને તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ ફૂલની માળા પહેરાવી વિનેશનું સ્વાગત કર્યુંં હતું. આ દરમિયાન વિનેશ રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો, આર.જી. કર મેડિકલ કોલેજની સુરક્ષા CISFને સોંપી

નજીકના સંબંધીઓએ શું કહ્યું?

હાલ વિનેશના રાજકારણમાં પ્રવેશ કરશે તે અંગે કોઈ સચોટ માહિતી મળી નથી. પરંતુ, ફોગાટ પરિવારના નજીકના સંબંધીઓએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, શક્યતા છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટ તેની બહેન બબીતા ફોગાટ સામે ચૂંટણી લડી શકે છે. વિનેશના ભવિષ્યની યોજનાઓ અંગે પૂછવામાં આવતાં તેના સંબંધીઓએ જણાવ્યું કે, વિનેશ કાં તો વિધાનસભા ચૂંટણી લડી શકે છે કાં તો તે કુસ્તીમાં પરત ફરશે.

આ પણ વાંચોઃ ‘સાસુ-સસરાની સેવા ન કરનાર મહિલા...’ તલાક કેસમાં હાઇકોર્ટની મોટી ટિપ્પણી

રેસલિંગ તરફ પરત ફરે તેવી સંભાવના

પેરિસ ઓલિમ્પિક બાદ વિનેશ જ્યારે ભારત પરત ફરી ત્યારે ઍરપૉર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેના સમર્થકો તેને સમર્થન આપવા આવ્યા હતા જેથી વિનેશ ભાવુક થઈ ગઈ હતી. તે સમયે વિનેશે કહ્યું હતું કે, મારી લડાઈ સમાપ્ત નથી થઈ, આ ચાલુ રહેશે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સત્યની જીત થાય. જે બાદ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પત્ર પોસ્ટ કરી રમતમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. આમ વિનેશ ભવિષ્યમાં રાજકારણમાં જોડાશે અથવા રમતમાં પરત ફરે તેવી શક્યતા જોવા મળી રહી છે.


Google NewsGoogle News