Get The App

VIDEO: ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નુ દેખાતા ભારત લાલઘૂમ! અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવાશે સવાલ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
VIDEO: ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નુ દેખાતા ભારત લાલઘૂમ! અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવાશે સવાલ 1 - image


Khalistani Gurpatwant Singh Pannun Presence At Donald Trump Oath Ceremony : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરવંતસિંહ પન્નુ જોવા મળતા ભારતે અમેરિકા સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિ થાય છે, તો અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવીએ છીએ અને અમે હંમેશા આવા મુદ્દાઓ ઉઠાવતા રહીશું.

ટ્રમ્પના કાર્યક્રમમાં પન્નુ, ભારતે વાંધો ઉઠાવ્યો

વિદેશ મંત્રાલયા પ્રવક્તાએ કહ્યું કે, ‘ટ્રમ્પના કાર્યક્રમમાં ભારત વિરોધી ખાલિસ્તાની આતંકી ગુરવંતસિંહ પન્નુ દેખાતા ભારતે વાંધો ઉઠાવ્યો છે અને આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવામાં આવશે. આપણા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને ભારત હંમેશા અમેરિકા સમક્ષ ઉઠાવતો રહેશે.’ આમ ટ્રમ્પના કાર્યક્રમમાં પન્નુ કથિત રીતે દેખાયા બાદ જયસ્વાલે આ પ્રતિક્રિયા આપી છે.

ભારત અમેરિકન સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવશે : જયસ્વાલ

જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવાતી હોય છે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પાડતી બાબતો સામે આવતી હોય છે કે પછી જેઓ ભારત વિરોધી એજન્ડો ચલાવતા હોય છે, તેવા તમામ મુદ્દાઓને ભારત અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવે છે. અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવીએ છીએ અને અમે હંમેશા આવા મુદ્દાઓ ઉઠાવતા રહીશું.

આ પણ વાંચો : યુદ્ધવિરામના સંકેત? ટ્રમ્પની ઑફર પછી રશિયાએ કહ્યું- પુતિન પણ વાતચીત માટે આતુર

પન્નુ ટિકિટ ખરીદીને કાર્યક્રમમાં આવ્યો?

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 20 જાન્યુઆરીએ શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુ આવ્યો હોવાના વીડિયો વાયરલ થયા છે. પન્નુ કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા ધરાવે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, પન્નુને કાર્યક્રમમાં આવવા આમંત્રણ અપાયું ન હતું, તે કોઈના સંપર્કથી ટિકિટ ખરીદીને કાર્યક્રમમાં સામેલ થયો હતો.

ટ્રમ્પના શપથગ્રહણમાં પન્નુ હોવાનો વીડિયો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શપથગ્રહણ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકો USAના નારા લગાવી રહ્યા છે, જ્યારે પન્નુ ખાલિસ્તાનના સમર્થનમાં નારો લગાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્ટેજ પર ટ્રમ્પ અને ફર્સ્ડ લેડી મેલાનિયાની ઝૂમ ફુટેજ જોવા મળી રહી છે, પછી તેમાં યુએસએ, યુએસએસના નારા લગાવતી ભીડ જોવા મળી રહી છે. ત્યારબાદ કેમેરો આગળ વધે છે, ત્યારે ભીડની વચ્ચે પન્નુ દેખાઈ રહ્યો છે અને તે ‘ખાલિસ્તાન જિંદાબાદ’ બોલતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : USAમાં કડકાઈ: રિટર્ન ટિકિટ ના હોય તેવા ભારતીય માતા-પિતાને ઍરપૉર્ટથી જ પરત મોકલાયા


Google NewsGoogle News