શેખ હસીના હાલ ભારતમાં રહી શકશે, પરંતુ મોદી સરકારે ભવિષ્યની યોજનાની સ્પષ્ટતા માંગી: સૂત્રો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
શેખ હસીના હાલ ભારતમાં રહી શકશે, પરંતુ મોદી સરકારે ભવિષ્યની યોજનાની સ્પષ્ટતા માંગી: સૂત્રો 1 - image


Image: Facebook

Bangladesh Crisis: બાંગ્લાદેશથી ભાગીને આવેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હવે ક્યાં રહેશે? સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીનાએ હાલ ભારતમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારત સરકારે શેખ હસીનાને પોતાના આગળનો પ્લાન જણાવવા માટે કહ્યું છે. શેખ હસીના યુકે જવા ઈચ્છે છે, પરંતુ હજુ સુધી પેપર પ્રોસેસ પૂરી થઈ નથી. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે શેખ હસીના લાંબા સમય સુધી ભારતમાં રહી શકશે નહીં. 

શેખ હસીના પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સોમવારે શેખ હસીનાથી ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર જઈને મુલાકાત કરી હતી. ત્યારે તેમણે ભારત સરકારનું સ્ટેન્ડ જણાવી દીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીનાને મોદી સરકારે પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરવા માટે કહ્યું છે. જોકે, શેખ હસીના ભારતમાં રહેવા ઈચ્છે છે, પરંતુ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ લાંબા સમય સુધી અહીં રહી શકે નહીં.

શેખ હસીના પીએમ મોદી સાથે મુલાકાત કરવા ઈચ્છે છે

શેખ હસીના અત્યારે ભારતીય ગુપ્તચર વિભાગની નજર હેઠળ છે. આ દરમિયાન એક સૂત્રએ ખુલાસો કર્યો, 'શેખ હસીનાએ પીએમ મોદી સાથે મુલાકાતની માગ કરી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની અસર જોતાં આ હાલ થોડું મુશ્કેલ લાગે છે.' સરકારના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે, 'શેખ હસીનાની સાથે આવેલા લોકો પણ પાછા બાંગ્લાદેશ જઈ શકતા નથી, તેથી તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'

શેખ હસીનાનું વિમાન બાંગ્લાદેશ પરત ફર્યું

શેખ હસીના અત્યારે ભારતમાં જ છે, પરંતુ બાંગ્લાદેશ વાયુ સેનાનું સી-130 જે વિમાન બાંગ્લાદેશ પરત ફર્યું છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતના હિતને ધ્યાનમાં રાખતાં બધું જ કરવામાં આવી રહ્યું છે. અમે સરહદ સુરક્ષા દળોને એલર્ટ પર રહેવા અને પૂરની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે, જેથી બાંગ્લાદેશ તરફથી ઘૂસણખોરી ન થઈ શકે.' અધિકારીના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરાની સરકારો સરહદ પર કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓમાં સામેલ છે. સેના અને બીએસએફને તમામ સાવચેતીનાં પગલાં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.


Google NewsGoogle News