..તો અહીંથી રોબર્ટ વાડરા ચૂંટણી મેદાને ઉતરશે? કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો લાગતાં અટકળો શરૂ
Amethi Lok Sabha Seat: દેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે અમેઠી લોકસભા બેઠક ચર્ચામાં રહી છે. કારણ કે, કોંગ્રેસે અમેઠી લોકસભા બેઠક પર હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા. એક તરફ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી આ બેઠક પર ચૂંટણી લડે તેવી ચર્ચાએ થઈ રહી હતી. પરંતુ કોંગ્રેસે હજું સુધી આ બેઠક પરથી પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું તેથી આ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. ત્યારે હવે કોંગ્રેસ કાર્યાલયની બહાર રોબર્ટ વાડરાના પોસ્ટરો લાગતાં નવી અટકળોએ જોર પકડ્યું છે.
કોંગ્રેસ કાર્યાલયની બહાર પોસ્ટરો લાગતાં અટકળો શરૂ
અમેઠીના ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર રોબર્ટ વાડરાના નામના પોસ્ટર્સ લાગ્યા છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે- 'અમેઠી કી જનતા કરે પુકાર, રોબર્ટ વાડરા અબ કી બાર'. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા અને કોણે છપાવ્યા તેના વિશે કોઈ માહિતી નથી મળી. પોસ્ટરમાં અરજદારના નામ તરીકે લખ્યું છે- અમેઠીની જનતા.
#WATCH | Uttar Pradesh: Posters of Robert Vadra seen outside Congress' office in Gauriganj, Amethi pic.twitter.com/UN7SB5pffG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 24, 2024
રોબર્ટ વાડરાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
થોડા દિવસ પહેલા કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાના પતિ રોબર્ટ વાડરાએ અમેઠીથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમેઠીથી ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યું કે દેશના ઘણા ભાગોના લોકો ઈચ્છે છે કે હું ચૂંટણી લડુ. હું પણ રાજકારણમાં જોડાવા ઈચ્છુ છું. યોગ્ય સમય આવશે ત્યારે નિર્ણય લઈશું.
હવે અમેઠી કોંગ્રસ કાર્યાલય બહાર રોબર્ટ વાડરાના લાગેલા પોસ્ટર્સે રાજકીય અટકળોને હવા આપી છે.