Get The App

'બોચી ઝાલીને મુખ્યમંત્રીને સત્તાથી હટાવીશું', ભાજપ MLAના નિવેદન પર બબાલ, SC/ST એક્ટ હેઠળ કેસ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
'બોચી ઝાલીને મુખ્યમંત્રીને સત્તાથી હટાવીશું', ભાજપ MLAના નિવેદન પર બબાલ, SC/ST એક્ટ હેઠળ કેસ 1 - image


Image: Facebook

Jharkhand Politics: રાંચીમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ભવનાથપુરથી ભાજપ ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહી દ્વારા હેમંત સોરેન પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનથી ઝારખંડનું રાજકારણ ગરમાયું છે. ભાનુપ્રતાપ શાહીના નિવેદનને ઝામુમો આદિવાસી અસ્મિતા સાથે જોડીને મુદ્દો બનાવવામાં લાગી ગયુ છે. 

આ દરમિયાન મંગળવારે ગઢવાના રમના પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ શાહી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાનુપ્રતાપ શાહી વિરુદ્ધ આ FIR ઝાઝુમો કાર્યકર્તા રાજેન્દ્ર ઉરાંવે નોંધાવી છે. પોલીસ એસટી-એસસી એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહીમાં લાગી ગઈ છે.

આદિવાસી સીએમ પર અપમાનજનક ટિપ્પણીનો આરોપ

એફઆઈઆરમાં ઝામુમો કાર્યકર્તા રાજેન્દ્રએ આરોપ લગાવ્યો કે રાંચીમાં પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહીએ આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. 

ભાનુપ્રતાપે હેમંત સોરેન પર શું ટિપ્પણી કરી હતી?

ઝાઝુમો કાર્યકર્તાએ આરોપ લગાવ્યો કે ભાનુપ્રતાપે હેમંત સોરેનને આદિવાસી હોવાના કારણે પોતાના સંબોધનમાં બોચી ઝાલીને સત્તા પરથી હટાવવાની વાત કરતાં પોતાના કાર્યકર્તાઓ પાસે પણ વારંવાર હા પડાવડાવી. ભાનુપ્રતાપ શાહીનું આ પ્રકારનું કૃત્ય આદિવાસી મુખ્યમંત્રીને અપમાનિત કરવાના હેતુથી કરવામાં આવ્યું છે, જેનું પ્રસારણ સોશિયલ મીડિયા સાથે પ્રાદેશિક અને રાષ્ટ્રીય મીડિયામાં પણ થયુ છે.

આદિવાસી સમુદાયને દુ:ખ અને રોષ

એક આદિવાસી મુખ્યમંત્રીના સંદર્ભમાં કહેવામાં આવેલી વાતોથી આદિવાસી સમુદાયને દુ:ખ અને રોષ છે. આ પ્રકારના નિવેદનથી આદિવાસી અને બિન આદિવાસી સમુદાયમાં વર્ગ સંઘર્ષનું જોખમ વધી શકે છે.

આકરી કલમો હેઠળ કેસ નોંધાયો

રાજેન્દ્ર દ્વારા આપવામાં આવેલી અરજીમાં પોલીસ સ્ટેશનમાં એસસી/એસટી અને આઈટી એક્ટ સહિત ઘણી આકરી કલમોમાં કેસ નોંધાયો છે. પોલીસ ઈન્સ્પેક્ટર રતન કુમાર સિંહ કેસની તપાસ કરી રહ્યાં છે.


Google NewsGoogle News