નીતિશ કુમારને સૌથી મોટો ઝટકો, મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઈનકાર
CM Nitish Kumar And Bihar News : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. ખરેખર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ બાબતે એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા શક્ય જ નથી.
જેડીયુની વારંવાર માગ છતાં ના પાડી દીધી
મંત્રીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા માટે જે જોગવાઈ પૂરી કરવાની હોય છે તે બિહારમાં નથી. ઉલ્લેખનીય છે કે ગત અનેક વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ થતી રહી છે. હાલમાં જ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર પણ આ માગ સતત કરતા રહ્યા છે.
આ પણ વાંચો : યોગી સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે દુકાનદારોની નેમપ્લેટ લગાવવાના આદેશ પર લગાવી રોક
આ બિહારના લોકોનો હક : જેડીયુ
જ્યારે સોમવારે બજેટથી પહેલા JDUએ ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અને વિશેષ સહાય આપવાની માગ કરી હતી. જેડીયુના મુખ્ય પ્રવક્તા કે.સી.ત્યાગીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની માગ બિહારની જનતાનો અવાજ છે. જેડીયુએ આ માગ પત્ર નહીં અધિકાર પત્ર મોકલ્યો છે. અમને તે મળવા જ જોઈએ. કેન્દ્રની નવી સરકાર સામાન્ય બજેટ આવતીકાલે રજૂ કરવાની છે.
અન્ય રાજ્યોની પણ માગ
ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણની કલમ 275 મુજબ કોઈ રાજ્યને વિશેષ કેટેગરીના રાજ્યની જોગવાઈ છે. હાલમાં દેશમાં કુલ 29 રાજ્યો છે અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાંથી 11ને વિશેષ કેટેગરીના રાજ્યનો દરજ્જો પ્રાપ્ત છે પણ હજુ પણ બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત પાંચ રાજ્યો એવા છે જે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી-ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે શાબ્દિક યુદ્ધ, આર્થિક સર્વેક્ષણ રજૂ, જુઓ સંસદમાં શું-શું થયું